Site icon Revoi.in

અમેરિકાએ અધધ…768 અબજ ડોલરનું સંરક્ષમ બજેટ રજૂ કર્યું, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 2022 માટે અમેરિકાના મસોમાટા 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી દીધી છે.

આ રીતે અમેરિકાએ અધધ…768 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ કરીને સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાની પ્રતિબદ્વતા અને દુશ્મનોને દમદાર ટક્કર આપવાની તૈયારી બતાવી છે. આ બજેટમાં ઇન્ડો પેસિફિક રિજનમાં મિલિટરી અભિયાન માટે માત્ર સાત અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચીન સતત દાદાગીરી કરી રહ્યું છે તેમજ અહીંયા સાઉથ ચાઇના સીમાં તાઇવાન સાથે ચીનની યુદ્વ જેવી તંગ સ્થિતિ સર્જાયેલી છે. બજેટની મુખ્ય પ્રાથમિકતા ચીન અને રશિયા સાથે વધી રહેલી સ્પર્ધા છે.

નોંધનીય છે કે, આ બજેટમાં સૈનિકો અને અધિકારીઓના પગારમાં પણ વધારો સમેલ છે. તે ઉપરાંત આ બજેટમાં અત્યાધુનિક હાઇપર સોનિક અને આર્ટિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હથિયારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.