Site icon Revoi.in

જો બાઇડેન શપથ ગ્રહણ કર્યા બાદ લઇ શકે આ નિર્ણય, ભારતીયોને થશે ફાયદો

Social Share

વોશિંગ્ટન: અમેરિકા માટે આજે મોટો દિવસ છે. જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ કરવા જઇ રહ્યા છે. અમેરિકા માટે આ ખાસ અવસર છે પરંતુ ભારતીયોની નજર પણ આ અવસર પર રહેલી છે.

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેન સત્તા સંભાળતાં જ ભારતીયોને મોટી ખુશખબરી આપી શકે છે. જો બાઇડેન પોતાના વહીવટીતંત્રના પહેલાં જ દિવસે એક ખરડો રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ખરડા દ્વારા કાનૂની દરજ્જા વિના રહેતા અંદાજે 1 કરોડ 10 લાખ લોકોને 8 વર્ષ માટે નાગરિકતા આપવાની જોગવાઇ છે. આંકડા અનુસાર આ નિર્ણયથી લગભગ 5 લાખ લોકો ભારતીય મૂળના લોકોને ફાયદો થઇ શકે છે.

ચૂંટણી વખતે પણ જો બાઇડેનનું ઇમિગ્રેશન પોલિસી પ્રત્યેનું ઉદાર વલણ જોવા મળ્યું હતું ત્યારે જ ચૂંટણી વખતે જ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જો બાઇડેન રાષ્ટ્રપતિ બની જાય છે તો તે અપ્રવાસ નીતિને જરૂર બદલશે.

નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે, તે કોંગ્રેસ સાથે વીઝા સિસ્ટમ, એચ 1-બી વીઝામાં સુધાર કરવા માટે કામ કરશે જેથી વીઝા પર રહેનારને નોકરી સ્વિચ કરવાની પરવાનગી મળી શકે છે. તેનાથી ભારતીય કારીગરોને ખૂબ ફાયદો થઇ શકે છે. આ ખરડા હેઠળ 1 જાન્યુઆરી 2021 સુધી અમેરિકામાં કોઇ કાનૂની દરજ્જા વિના રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે અને જો તે જરૂરી દસ્તાવેજ કરી શકે છે તો પહેલાં તેમણે 5 વર્ષ માટે કામચલાઉ કાનૂની દરજ્જો અપાશે જેથી તેમને ગ્રીન કાર્ડ મળી જશે. આ બાદ તેઓને 3 વર્ષ માટે નાગરિકતા પ્રાપ્ત થશે.

(સંકેત)