Site icon Revoi.in

બ્રિટન-યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટ ડીલ પૂર્ણ છત્તાં કેટલાક અવરોધો યથાવત્

Social Share

લંડન: બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા લાંબા સમયથી બ્રેક્ઝિટ ડીલ અંગે સંઘર્ષ ચાલી રહ્યો હતો. અંતે હવે આ બ્રેક્ઝિટ ડીલનો અંત આવી ગયો છે. 28 દેશોના યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવાની જોગવાઇઓ મુદ્દે અંદાજે 10 મહિનાથી વધુ સમય પછી બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે સંમતિ સધાઇ ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 31મી ડિસેમ્બરે બ્રેક્ઝિટ વાટાઘાટોની ડેડલાઇન પૂર્વે જ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે જાહેરાત કરી હતી કે, ડીલ ઇઝ ડન. જો કે, બ્રિટન અને ઇયુ વચ્ચે થયેલા કરારો પર યુરોપિયન અને બ્રિટિશ સાંસદની મંજૂરીની મહોર લગાવવાની બાકી છે. આથી આ કરારોમાં અનેક અવરોધો હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.

બ્રિટનના બે વડાપ્રધાનોના ભોગ લેનારા બ્રેક્ઝિટ કરારને પીએમ બોરિસ જોન્સ બ્રિટિશ સંસદમાં પસાર કરાવી શકશે કે કેમ તે જોવાનું મહત્વપૂર્ણ છે. કારણ કે અનેક પક્ષો બોરિસ જોન્સ અને ઇયુ વચ્ચેના આ નવા કરારના સમર્થનમાં નથી.

તે ઉપરાંત હજુ ઉત્તરી આયર્લેન્ડ બેકસ્ટોકનો વિવાદ પણ વણઉકેલ્યો રહ્યો છે. જો કે, 31મી ડિસેમ્બરની ડેડલાઇનના કેટલાક દિવસ પહેલાં જ એફટીએના અંતિમ સુધાર સહિત કરારની વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે.

બ્રેક્ઝિટ ડીલની વિગતો હજારો પાનાઓમાં સમાયેલી છે. આ કરારથી ઉત્સાહિત બોરિસ જોન્સને જણાવ્યું હતું કે, હવે બ્રિટનને આગળ વધવાની તક સાંપડશે અને આપણે દુનિયાના દેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપિત કરી શકીશું.

બ્રિટિશ સંસદમાં મતદાન માટે આ ડીલને શનિવારે રજૂ કરાશે. યુરોપીય સંઘના 28 નેતાઓની બેઠક પહેલા યુરોપીય યુનિયનના અધ્યક્ષે ટ્વીટ કરી, આખરે અમે એક ન્યાયી અને નક્કર ડીલ કરી લીધી છે. યુરોપીયન સંઘ અને બ્રિટન બંને માટે આ ડીલ નિષ્પક્ષ અને સંતુલિત સમજૂતી છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, અમે યુરોપીયન સંઘ સાથે શૂન્ય ટેરિફ અને શૂન્ય ક્વોટા પર આધારિત સૌપ્રથમ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

આ ડીલ વિશે વાત કરીએ તો આ અત્યારસુધીનો સૌથી મોટો દ્વિપક્ષીય કરાર છે, જેમાં 2019માં 668 અબજ બ્રિટિશ પાઉન્ડના મૂલ્યના વેપારને આવરી લેવાયો છે. યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લીયને જણાવ્યું કે, આ ડીલ કરતી વખતે ઇયુના નિયમો અને માપદંડોનો આદર કરાયો છે. જો કે, આ ડીલમાં હજુ અનેક અવરોધો ઉભા છે. બ્રિટનના મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીએ આ ડીલનો વિરોધ કરતા સંસદમાં નવા રેફરેન્ડમની માગણી કરી છે.

(સંકેત)