Site icon Revoi.in

અમેરિકાએ ચીન સામે કરી આ કાર્યવાહી, ચીન ભડક્યું, કહ્યું – અમે પણ કાર્યવાહી કરીશું

Social Share

નવી દિલ્હી: ચીનની સરકાર દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર દમન અને અત્યાચાર થઇ રહ્યો છે ત્યારે આ અત્યાચારને પગલે અમેરિકાએ ચીનની 14 કંપનીઓને બ્લેક લિસ્ટ કરી દીધી છે. આ કંપનીઓ હવે અમેરિકામાં વેપાર નહીં કરી શકે.

અમેરિકાની આ કાર્યવાહી બાદ હવે ચીન તેના પર ભડક્યું છે અને અમેરિકાને ધમકી આપી છે કે, અમેરિકાને વળતો જવાબ આપવા માટે ચીન પણ જરૂરી કાર્યવાહી કરશે અને સાથોસાથ ચીનના ઉઇગર સમુદાય પર થઇ રહેલા અત્યાચારના આરોપોને પણ ફગાવી દીધા હતા.

ચીનની સરકારે કહ્યુ હતુ કે, અમેરિકાએ કરેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રિય વેપારના નિયમોનુ ઉલ્લંઘન છે.ચીન પણ પોતાની કંપનીઓના અધિકારોનુ રક્ષણ કરવા માટે જરુરી કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ચીનની 14 કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરીને કહ્યુ હતુ કે, ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમાં આ કંપનીઓ સીધી કે આડકતરી રીતે ચીનની સરકારને મંદદ કરી રહી છે.જેના પગલે આ કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ચીનમાં ઉઇગુર મુસ્લિમો પર થઇ રહેલું દમન અને અત્યાચારનો મુદ્દો વિશ્વભરમાં ઉછળ્યો છે અને તેને લઇને અનેક લેખો પણ પ્રકાશિત થઇ ચૂક્યા છે. ચીનના ઉઇગર મુસ્લિમોથી થતા અત્યાચાર

ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો વારંવાર ઉછળતો રહે છે.ચીને લેબર કેમ્પ બનાવીને મુસ્લિમોને તેમાં રાખ્યા છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.