Site icon Revoi.in

કોરોના બાદ ફરી ચીનથી થશે નવા વાયરસની ઉત્પત્તિ, બ્રિટિશ ભવિષ્યદર્શકની ભવિષ્યવાણી

Social Share

લંડન: કોરોના વાયરસે વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો. સમગ્ર વિશ્વમાં તબાહી સર્જાઇ હતી. 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ બાદ આ દુનિયાની સૌથી ભયંકર મહામારી હતી. જેણે દરેક લોકના માનસમાં ડર અને ભય ફેલાવ્યો હતો. હજુ પણ મહામારીનું સંકટ યથાવત્ જ છે. આ બધાની વચ્ચે બ્રિટિશના એક ભવિષ્યદર્શકે કોરોનાને લઇને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે અને એક નવા ખતરાને લઇને ચેતવણી ઉચ્ચારી છે.

બ્રિટિશના જાણીત ભવિષ્યદર્શક ક્રેગ હેમિલ્ટન પાર્કરે એક્સપ્રેસ યુકેના હવાલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે વર્ષ 2021ના વર્ષમાં કોરોનાની મહામારી પર નિયંત્રણ આવી જશે. આવો તેમને કરેલી બીજી ભવિષ્યવાણી વિશે વાંચીએ.

રસીથી દુનિયાને થશે રાહત

મોટા પાયે વેક્સીનેશનના લીધે લોકો એક વખત ફરી પોતાના જીવનમાં પાછા ફરી શકશે. આ વર્ષે ઉનાળો પૂરો થવા સુધીમાં મહામારીનો નિવડો આવી જશે. જો કે ત્રણ મજબૂત પ્રતિબંધોની સાથે આખું યુકે વાયરસની ઝપેટમાં રહેશે. જ્યારે સ્કોટલેન્ડ પર મોટું સંકટ મંડરાશે.

હેમિલ્ટન પાર્કરના મતે યુનાઇટેડ કિંગડમ ઑગસ્ટ સુધી વાયરસના ચુંગલમાંથી આઝાદ થશે. વેક્સિન મૂકાવ્યા બાદ ફરીથી લોકો સામાન્ય જીવનમાં દાખલ થઇ શકશે. વેક્સિના આવ્યા બાદ લાખો લોકોનો જીવન બચી જશે. તેમા ઓક્સફર્ડની વેક્સીનનો મુખ્ય રોલ હશે.

નવાઇની વાત એ છે કે માત્ર ઑક્સફોર્ડની વેક્સિન જ વિશ્વભરમાં લાખો લોકોને બચાવાવનું કામ કરશે. બ્રિટન ઉપરાંત ભારત તેમજ આફ્રિકાના દેશોમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ થશે.

હેમિલ્ટન પાર્કરે પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું કે વેક્સિનેશન કોવિડ-19ની મહામારી સંપૂર્ણ સમાપ્ત થઈ નથી. બિનજરૂરી વાયરસ એક સમાન પરિવર્તિત હોઇ શકે છે, ત્યારબાદ વેક્સિનની જરૂરિયાત હોતી નથી. અમેજન અને સાયબેરીયા જેવા રિમોટ એરિયામાં વાયરસ કાયમ રહેશે.

ચીનમાં નવા વાયરસની ઉત્પત્તિ થશે

કોરોના વાયરસની મહામારી બાદ હેમિલ્ટ પાર્કર એ ચીનમાં એક નવા વાયરસની ઉત્પત્તિ થવાની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ SARS-CoV-2 ફેમિલીમાંથી હશે નહીં. તબાહી મચાવતા પહેલા જ તેના પર નિયંત્રણ લાવવામાં સફળતા મળશે. આ વાયરસ ઝડપથી કબ્જામાં આવી જશે, પરંતુ તેને લઇને વિશ્વમાં લોકોનો ગુસ્સો ઓછો થશે નહીં.

નોંધનીય છે કે, કોવિડ-19 પછીના વિશ્વમાં આ વાયરસની ઉત્પત્તિ વિશેની સચ્ચાઈ 2048 સુધી ખબર પડશે નહીં. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19-ની ચેતવણીની પરિસ્થિતિ બાદ વિશ્વની સ્થિતિમાં ઘણો સુધારો થશે અને શ્રેષ્ઠ થશે. મોટાભાગના લોકો આધ્યાત્મિક માર્ગે વળશે અને આધ્યાત્મિકતા અંગે વિચારશે.

(સંકેત)