Site icon Revoi.in

ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના સંક્રમિત

Social Share

અમેરિકામાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં છે ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે ટ્રમ્પના 54 વર્ષીય સહયોગી રોબર્ટ બ્રાયનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બ્રાયન આઇસોલેશનમાં છે અને ત્યાંથી જ કામ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિને સંક્રમણનું કોઇ જોખમ નથી. આપને જણાવી દઇએ કે ઓ બ્રાયન સંક્રમણની લપેટમાં આવનારા ટ્રમ્પ પ્રશાસનના અત્યાર સુધીના સૌથી વરિષ્ઠ અધિકારી છે.

નોંધનીય છે કે સમગ્ર કોરના વાયરસે સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં 1,64,74,622 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી અત્યારસુધી 6,54,007 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ સામે સાજા થનારા લોકોનો આંક 95,66,234 છે.

(સંકેત)