Site icon Revoi.in

આજથી આકાશમાં નિહાળી શકાશે ડ્રેકોનીક્સ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો

Social Share

વોશિંગ્ટન: વિશ્વભરમાં આજથી એટલે કે 9 ઑક્ટોબર શુક્રવારથી 4 દિવસ ઉપરાંત તા.22મી ઑક્ટોબર સુધી આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં 50 થી 100 વધુ ઉલ્કા પડતી જોવા મળશે. આકાશમાં ઉલ્કાનો વરસાદ નિહાળવાનો લ્હાવો મળશે.

શુક્રવારથી મંગળવાર રાત્રી સુધી ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો રમણીય નજારો નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટપણે જોઇ શકાશે. ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષા પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષા કાપે છે.

આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઇએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના 30 કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમા રહેલા વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્ન સ્વિરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકાશમાં ફાયરબોલ, કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે.

નોંધનીય છે કે પૃથ્વી પર રોજની અંદાજે 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી પર દિવસે સૂર્ય પ્રકાશ દરમિયાન પડતી ઉલ્કાઓ જોઇ શકાતી નથી. અત્યારસુધીમાં પૃથ્વી પર ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુ હોવાનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે.

(સંકેત)