Site icon Revoi.in

કોરોના પર ભ્રમિત જાણકારી આપવા બદલ ટ્રમ્પ વિરુદ્વ ટ્વીટર અને ફેસબૂકે કરી કાર્યવાહી

Social Share

વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વાણી વિલાસ માટે જાણીતા છે અને આ જ કારણોસર ફરી એક વાર સોશિયલ મીડિયા કંપનીઓએ અમેરિકાના પ્રમુખ વિરુદ્વ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ખોટી જાણકારી આપવાને લઇને પગલું ભર્યું છે. હકીકતમાં, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરીને કોરોના વાયરસ ફ્લૂ જેવો છે તેવું જણાવ્યું હતું.

ટ્રમ્પની આ ટ્વીટ સામે ટ્વીટર અને ફેસબૂકે એક્શન લેતા આ પોસ્ટને ખોટી જાણકારી ધરાવતી પોસ્ટમાં નાંખી દીધી છે.

સોશિયલ મીડિયા કંપનીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પે કોવિડ-19 જેવી જીવલેણ બિમારીને ફ્લૂ જેવી બતાવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટ સામે કાર્યવાહી કરતા તેને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે જો કે ત્યાં સુધીમાં ટ્રમ્પની આ પોસ્ટ 26 હજાર લોકોએ શેર કરી દીધી હતી.

આ અંગે ફેસબૂકના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમે કોવિડ-19ની ગંભીરતા અંગે ખોટી જાણકારી આપનારી પોસ્ટને હટાવી દઇએ છીએ. વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની દ્વાર અમેરિકાના પ્રમુખ વિરુદ્વ એક્શન લેવામાં આવે તે દુર્લભ છે.

મહત્વનું છે કે ટ્વીટર પર ખોટી જાણકારી વાળા ટ્વીટર પર વોર્નિંગ લેબલ લગાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અગાઉ પણ ઘણીવાર આવું થઇ ચૂક્યું છે.

(સંકેત)