Site icon Revoi.in

ફ્રાન્સ: ધર્મ અને લિંગ આધારિત ભેદભાવ દૂર કરવા માટે કાયદો ઘડાશે

Social Share

પેરિસ: ફ્રાન્સમાં છેલ્લા 1 મહિનાથી હિંસાની ઘટનાઓ બની રહી છે જેની પાછળ ઇસ્લામિક આતંકવાદ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે ઇસ્લામી આતંકવાદને ડામવા ફ્રાન્સમાં કડક પગલાં લેવાઇ રહ્યા છે. ફ્રાન્સ હવે એક કાયદો લાવી રહ્યું છે જે મુસ્લિમ દેશોને આચંકો આપે તેવી શક્યતા હતી. અગાઉ ફ્રાન્સ આતંકવાદ સામેની લડાઇ વધુ સઘન કરવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યું હતું. હવે એક એવો પ્રસ્તાવ રજૂ થવાનો છે જેમાં ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને અટકાવવાની સત્તા સરકારને મળશે.

ફ્રાન્સના આંતરિક બાબતો (ગૃહ ખાતા)ના પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને આ પ્રસ્તાવ વિશે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કોઇ પુરુષ મહિલા ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પાંચ વર્ષની જેલ અને ભારે દંડ કરવામાં આવશે. એ જ રીતે જો કોઇ મહિલા પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પણ આ કાયદો લાગુ પડશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે લોકો સરકારી અધિકારીઓ પર દબાણ કરતા હોય કે શિક્ષકો દ્વારા ભણાવાતા પાઠનો વિરોધ કરતા હોય તેમની સામે કાયદા હેઠળ કડક હાથે કામ લેવામાં આવશે. આ પહેલા ગેરાલ્ડે તૂર્કીના ગ્રે વુલ્વ્ઝ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

મહત્વનું છે કે, આ પ્રતિબંધનો પ્રસ્તાવ આજે ફ્રાન્સની સંસદમાં રજૂ થવાનો છે. આ પ્રતિબંધ પ્રસ્તાવ સંસદમાં પાસ થઇ જાય તો ગ્રે વુલ્વ્ઝની તમામ પ્રવૃત્તિ પર સરકારી પગલાં લેવાશે. ગેરાલન્ડની આ જાહેરાત સામે સોશિયલ મીડિયા પર મુસ્લિમોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવાવનો ઇનકાર કરવાનો મહિલાઓને અધિકાર છે.

(સંકેત)