Site icon Revoi.in

હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો ગોળીબારનું કારણ

Social Share

નવી દિલ્હી: કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસીના કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરી નાંખી છે. તેને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હૈતીના પ્રધાનમંત્રી ક્લોડ જોસેફે જણાવ્યું કે, બુધવારે બપોરે કોઇ અજાણ્યા શખ્સે તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો અને રાષ્ટ્રપતિ તેમજ તેમના પત્ની પર ગોળી ચલાવી હતી. ગોળીબારમાં રાષ્ટ્રપતિનું ત્યાં જ મોત થયું હતું જ્યારે તેમની પત્નનીને ગંભીર ઇજા પહોંચી છે.

પ્રધાનમંત્રી જોસેફે આ ઘટનાને અમાનવીય, નફરતભરી અને જંગલી કૃત્ય ગણાવ્યું છે. હૈતીની નેશનલ પોલીસ તથા બીજી એજન્સીઓએ કડક હાથે કામ લઇને રાજધાનીમાં ચાલી રહેલી હિંસાને ડામી દીધી છે.

અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં હૈતીના ફર્સ્ટ લેડી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની તબિયત ખરાબ હોવાનું જણાવાયું હતું.

રાષ્ટ્રપતિની હત્યા થોડા દિવસ પહેલા રાજધાનીના મુખ્ય રસ્તા પર 15 લોકોની હત્યાના પ્રત્યાઘાત રુપે થઈ છે. આ હુમલામાં એક પત્રકાર તથા એક રાજકીય કાર્યકરના પણ મોત થયા હતા. રાજધાની હાલમાં બે જૂથ વચ્ચે હિંસક દેખાવ થઈ રહ્યાં છે.