Site icon Revoi.in

ટ્રમ્પને ઝટકો: બીજા મહાભિયોગની ટ્રાયલ શરૂ થઇ

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્વ બીજા મહાભિયોગની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. ટ્રાયલ દરમિયાન ટ્રમ્પનું પ્રતિનિધિત્વ તેમની વકીલ બ્રૂસ એલ કૈસ્ટર જૂનિયર અને ડેવિડ સ્કોન કરશે.

તેમણે 78 પેજના ટ્રાયલ બ્રીફ કરતા મહાભિયોગના આરોપને ટ્રમ્પની ફ્રી સ્પીચ, નક્કી પ્રક્રિયાના અધિકારોના ઉલ્લંઘનની સાથે સંવૈધાનિક રૂપે ખોટું ગણાવ્યું. ટ્રમ્પે 6 જાન્યુઆરીએ પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કથિત રીતે અમેરિકનોને ભડકાવ્યા હતા. એ બાદ હિંસક ભીડે યુએસ કેપિટલમાં જઇને હોબાળો કર્યો હતો. કેપિટલ હિલની ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રમ્પના મહાભિયોગને વોટ આપવા માટે 10 હાઉસ રિપબ્લિકન ડેમોક્રેટની સાથે સામેલ થયા હતા. 25 જાન્યુઆરીએ પ્રતિનિધિ સભા એટલે કે નીચલી સભાએ ઔપચારિક રૂપથી ટ્રાયલ શરૂ કરવા માટે મહાભિયોગના આર્ટિકલ સેનેટને મોકલવામાં આવ્યું હતું. જો કે કોઇને આશા નથી કે ટ્રમ્પ ગુનેગાર ઠરાવાશે.

સેનેટમાં ફક્ત બે તૃત્યાંશ બહુમતથી ગુનો સિદ્ધ થઈ શકે છે. જેનો મલતબ છે કે 67 સેનેટર્સને પક્ષમાં મતદાન કરવું જોઈએ. 100 સભ્યો વાળા સેનેટમાં 50 ડેમોક્રેટ દ્વારા ટ્રમ્પની વિરુદ્ધ વોટ આપ્યા બાદ પણ 17 વોટની જરુર રહેશે. જેની શક્યતા બહું ઓછી છે. ટ્રમ્પ વકીલના માધ્યમથી પોતાની વાત સેનેટમાં રાખશે.

વકીલોની દલીલ છે કે ટ્રમ્પે સમર્થકોને રેલી સંબોધિત કરતા સમયે લોકોને હિંસા માટે નહોંતા ભડકાવ્યા. બચાવ પક્ષના વકીલનો આરોપ છે કે સદનના મહાભિયોગ પ્રબંધક કલાકો સુધી લાંબા ટ્રમ્પના ભાષણમાં ફક્ત તે જ ભાગોને લઈ રહ્યા છે જે ડેમોક્રેટિક પાર્ટીના મામલામાં મદદગાર છે. વકીલોએ રેખાંકિત કર્યું કે ટ્રમ્પે વારંવાર પોતાના સમર્થકોને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ અને દેશભક્ત રીતે પોતાનો અવાજ ઉઠાવશે. તેમણે દલીલ કરી કે ટ્રમ્પની આ ટિપ્પણી કે જો તમને જી જાનથી નથી લડતા તો તમે આ દેશ ગુમાવવા જઈ રહ્યા છો. ચૂંટણી સુરક્ષાના સામાન્ય સંદર્ભમાં કહેવામાં આવી હતી. નહીં કે હિંસાના આહ્વાન માટે.

વકીલોનું એમ પણ કહેવું છે કે કાયદા પ્રવર્તકોએ પહેલા જ 6 જાન્યુઆરીએ હિંસાના અંદેશાને વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પ પોતે હિંસા માટે નહોંતા ઉશ્કેરી શકતા. જો કે ટ્રમ્પના વકીલે દલીલ કરી હતી કે તેમણે સંવિધાનના પહેલા સંશોધન હેઠળ સંરક્ષણ મળ્યું હતુ.

(સંકેત)