Site icon Revoi.in

બિડેનનો વાયદો, ચૂંટણી જીતશે તો જનતાને કોરોના વેક્સીન નિ:શુલ્ક આપશે

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં આગામી મહિને એટલે કે 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિવિધ વાયદાઓ આપી રહ્યા છે. હવે અમેરિકી ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બીડેને પોતે ચૂંટાઇને આવશે તો લોકોને કોરોનાની વેક્સીન મફત આપશે તેવો વાયદો કર્યો છે.

અહીંયા યોગાનુયોગ એવું થયું છે કે હાલ ભારતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે. એમાં પણ NDAના ઉમેદવારોએ પોતે જીતશે તો બિહારની જનતાને કોરોનાની રસી મફત આપશે તેવું વચન આપ્યું હતું. જો કે આ વચન સામે વિપક્ષોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે બે પ્રબળ દાવેદારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેન વચ્ચે રસાકસી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્કમ ટેક્સના મુદ્દે,  એમણે આચરેલા જૂઠ્ઠાણાંના મુદ્દે મીડિયાએ હો હા કરી હતી. કોરોનાના મુદ્દે પણ ટ્રમ્પની આકરી ટીકા થઇ હતી. વસાહતીઓ પ્રત્યેના ટ્રમ્પના અક્કડ વલણની પણ ટીકા થઇ હતી.

નોંધનીય છે કે બીડેને વચન આપ્યું છે કે તેઓ પ્રમુખપદે ચૂંટાઇને આવશે તો અમેરિકાની જનતાને કોરોનાની રસી નિ:શુલ્ક આપશે પરંતુ આ વચન મતદારોને કેટલા અંશે રીઝવી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.

(સંકેત)