ગુજરાતી

બિડેનનો વાયદો, ચૂંટણી જીતશે તો જનતાને કોરોના વેક્સીન નિ:શુલ્ક આપશે

  • અમેરિકામાં આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
  • જો બિડેને ચૂંટણી પહેલા અમેરિકાની જનતાને આપ્યું વચન
  • જો તેઓ પ્રમુખપદે ચૂંટાઇને આવશે તો જનતાને કોરોનાની રસી નિ:શુલ્ક આપશે

વોશિંગ્ટન: અમેરિકામાં આગામી મહિને એટલે કે 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિવિધ વાયદાઓ આપી રહ્યા છે. હવે અમેરિકી ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બીડેને પોતે ચૂંટાઇને આવશે તો લોકોને કોરોનાની વેક્સીન મફત આપશે તેવો વાયદો કર્યો છે.

અહીંયા યોગાનુયોગ એવું થયું છે કે હાલ ભારતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે. એમાં પણ NDAના ઉમેદવારોએ પોતે જીતશે તો બિહારની જનતાને કોરોનાની રસી મફત આપશે તેવું વચન આપ્યું હતું. જો કે આ વચન સામે વિપક્ષોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે બે પ્રબળ દાવેદારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેન વચ્ચે રસાકસી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્કમ ટેક્સના મુદ્દે,  એમણે આચરેલા જૂઠ્ઠાણાંના મુદ્દે મીડિયાએ હો હા કરી હતી. કોરોનાના મુદ્દે પણ ટ્રમ્પની આકરી ટીકા થઇ હતી. વસાહતીઓ પ્રત્યેના ટ્રમ્પના અક્કડ વલણની પણ ટીકા થઇ હતી.

નોંધનીય છે કે બીડેને વચન આપ્યું છે કે તેઓ પ્રમુખપદે ચૂંટાઇને આવશે તો અમેરિકાની જનતાને કોરોનાની રસી નિ:શુલ્ક આપશે પરંતુ આ વચન મતદારોને કેટલા અંશે રીઝવી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

નવી દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ: ફ્રાન્સની કંપનીને સોંપાઇ કામગીરી

નવી દિલ્હી-મેરઠ વચ્ચેના 82 કિલોમીટરના વિસ્તારને રેપિડ રેલથી જોડાશે આ યોજના માટે નેશનલ કેપિટલ રિજ્યોનલ કોર્પો.એ ફ્રાન્સની કંપની સાથે કર્યો કરાર આ…
Important Storiesગુજરાતી

આપણા રાષ્ટ્રરત્નો: જય હિંદ ના જન્મદાતા - સુભાષચંદ્ર બોઝ

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા “ હું તમારો “નેતાજી”  થયો છું, પરંતુ તમને આપવાને મારી પાસે કેવળ ભૂખ થાક અને મૃત્યુ સિવાય…
Nationalગુજરાતી

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

આજે નેતાજીની 125મી જન્મ જયંતિ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ કેન્દ્ર સરકાર તેને પરાક્રમ દિવસ તરીકે ઉજવશે કોલકત્તા: નેતાજી સુભાષચંદ્ર…

Leave a Reply