Site icon Revoi.in

US ELECTIONS 2020: ટ્રમ્પ સામે જો બિડેનનું પલડું ભારે, જીતવાના ચાન્સ 86.1 %: ચૂંટણી સર્વેક્ષણ

Social Share

વૉશિંગ્ટન: એક બાજુ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેના પ્રમુખ દાવેદાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત જો બિડેન પણ સામેલ છે.

ચૂંટણી પહેલા અનેક સર્વેક્ષણ હાથ ધરાઇ રહ્યા છે જેમાં હાલમાં તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હરિફ ઉમેદવાર જો બિડેનનું પલડું ભારે લાગી રહ્યું છે. ચૂંટણીના સર્વેક્ષણમાં પ્રબળ દાવેદાર તરીકે જો બિડેન ટ્રમ્પ કરતાં જોજનો આગળ નીકળી ગયા છે.

ચૂંટણી માટે મતદારોનો મૂડ પારખવા માટે સંસ્થાઓ દ્વારા સર્વેક્ષણ કરાય છે. આ સંસ્થાઓનું કહેવું છે કે જો બિડેનના જીતવાના ચાન્સ 86.1 ટકા છે. જે એક રેકોર્ડ છે. આ પહેલા તેમની જીતવાની શક્યતા 85.8 ટકા દર્શાવાઇ હતી.

સર્વેક્ષણ કરનાર સંસ્થાના અનુમાન પ્રમાણ જો બિડેન 538માંથી 352 ઇલેક્ટોરલ વોટ્સ જીતે તેવી શક્યતા છે. આ સર્વેક્ષણ કરનાર સંસ્થા ફાઇવ થર્ટી એન્ડ સંસ્થા સર્વેક્ષણના અનુમાનો સાચા પાડવા માટે જાણીતી છે. ભૂતકાળમાં પણ આ સંસ્થાના અનેક સર્વેક્ષણો સાચા પડેલા છે.

(સંકેત)