Site icon Revoi.in

મુસ્લિમ બહુમતી ધરાવતા હોવા છતાં આ દેશમાં બધા છે પ્રભુ શ્રી રામના ભક્ત, વાંચો આ દેશ વિશે

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોય તો તે ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયામાં વિશ્વભરના 12.7 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. ત્યારબાદ પાકિસ્તાનમાં વિશ્વના 11 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. હિંદુ ધર્મના લોકો જ રામ ભગવાનમાં માને છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી હોવા છતાં ઇન્ડોનેશિયામાં મોટા ભાગની વસ્તી ભગવાન રામને પૂજે છે.

ઇન્ડોનેશિયાના મોટા ભાગની વસ્તી પ્રભુ શ્રી રામની પૂજા-અર્ચના કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં અહીંયાના લોકો પ્રભુ શ્રી રામમાં ભરપૂર આસ્થા ધરાવે છે તેમજ ભગવાન રામને પોતાના નાયક માને છે. આ દેશમાં રામાયણને મહત્વૂપર્ણ ગ્રથ ગણવામાં આવે છે.

ઈન્ડોનેશિયાના મોટાભાગના લોકો રામાયણને પોતાની નીકટ માને છે. અહીં રામ કથાને કાકાવીન કે કકનિન રામાયણ (Kakawin Ramayana) ના નામે ઓળખવામાં આવે છે. જો કે જ્યાં એક બાજુ ભારતમાં રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીને માનવામાં આવે છે ત્યાં ઈન્ડોનેશિયામાં કકનિન રામાયણના રચયિતા કવિ યોગેશ્વરને માનવામાં આવે છે. અહીં કકનિન રામાયણ એક વિશાળ ગ્રંથ છે. ઈન્ડોનેશિયાના કકનિન રામાયણના 26 અધ્યાય છે.

કવિ યોગેશ્વર દ્વારા રચિત કકનિન રામાયણમાં રામ ભગવાનના પિતાનું નામ દશરથ નહીં પરંતુ વિશ્વરંજન છે. ઇન્ડોનેશિયાની રામાયણની શરૂઆત રામના જન્મથી થાય છે. અહીં વિશ્વામિત્રની સાથે ભગવાન રામ તથા લક્ષ્મણના વન પ્રસ્થાનમાં ઋષિગણો દ્વારા મંગળાચરણ કરાવાય છે.

આપને જણાવી દઇએ કે, લગભગ 23 કરોડ મુસ્લિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયાની સરકારે વર્ષ 1973માં એક આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલનનું આયોજન કરાવ્યું હતું. દુનિયાભરમાં આ આયોજનની ખુબ ચર્ચા થઈ હતી. કારણ કે તે પોતાનામાં જ એક વિશિષ્ટ આયોજન હતું.

અહીંયા રસપ્રદ વાત એ છે કે, ઈન્ડોનેશિયા અને ભારતના રામાયણમાં એક ખાસ અંતર એ પણ છે કે જ્યાં ભારતમાં રામનો જન્મ અયોધ્યામાં થયો હતો ત્યાં ઈન્ડોનેશિયામાં રામની નગરી ‘યોગ્યા’ નામથી ઓળખાય છે. આજે પણ ઈન્ડોનેશિયામાં રામાયણનો એટલો જ ઊંડો પ્રભાવ છે.