Site icon Revoi.in

ગાંધીજીની આ પ્રપૌત્રીએ કરી છેતરપિંડી, થઇ 7 વર્ષની જેલની સજા

Social Share

નવી દિલ્હી: મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની જેલની સજા થઇ છે.

દક્ષિણ આફ્રિકાના ડર્બનની એક કોર્ટે મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન મુદ્રા) એટલે કે ભારતીય રૂપિયા અનુસાર 3.22 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ષડયંત્રના મામલામાં તેની સંડોવણી સાબિત થતા તેમને ગુનેગાર ઠારવી છે.

56 વર્ષીય આશિષ લતા રામગોબિન પર આરોપ છે કે તેમણે બિઝનેસમેન એસઆર મહારાજને છેતર્યા છે. એસઆર મહારાજે તેમને ભારતમાં હાજર એક કન્સાઇમેન્ટ માટે આયાત અને સીમા શુલ્ક તરીકે 6.2 મિલિયન રેન્ડ એડવાન્સમાં આપ્યા હતા. આશિષ લતા રામગોબિને બદલામાં તેમને નફામાં ભાગ આપવાની વાત કરી હતી.

વર્ષ 2015માં રામગોબિનની વિરુદ્વ સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે આશિષ લત્તા રામગોબિનને સંભવિત રોકાણકારોને કથિત રીતે ષડયંત્ર કરીને દસ્તાવેજ આપ્યા હતા. જેના માધ્યમથી તે રોકાણકારોને જણાવી રહી હતી કે લિનનના 3 કન્ટેન્ટર ભારત મોકલાઇ રહ્યાં છે.

કેવી રીતે છેતરપિંડી પકડાઇ

NPAના પ્રવક્તા નતાશાકારા અનુસાર લત્તા રામગોબિને કહ્યું હતું કે તેમણે આયાત ખર્ચ અને બોર્ડર ફીની ચૂકવણી કરવા માટે નાણા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમણે બંદરગાહ પર સામાન ખાલી કરવા માટે પૈસાની જરૂર હતી. આ બાદ લત્તા રામગોબિને મહારાજાને કહ્યું કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરૂર છે. તેમને રાજી કરવા માટે તેની સાથે જોડાયેલા દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. તેના એક મહિના બાદ ફરી લતા રામગોબિને એસઆર મહારાજને વધુ એક દસ્તાવેજ મોકલ્યો જે નેટકેર રસીદ હતી. જેનાથી ખબર પડી હતી કે માલ ડિલિવર થઈ ગયો છે અને તેમની ચૂકવણી નથી કરવામાં આવી.

કોણ છે આશિષ લત્તા રામગોબિન

આશિષ લત્તા રામગોબિન દિવંગત મેવા રામગોવિંદ અને જાણીતા કાર્યકર ઇલા ગાંધીના દિકરી છે. જેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફીનિક્સ સેટલમેન્ટને પુરર્જીવિત કરવા મહત્વની ભૂમિકા નિભાવી હતી.