Site icon Revoi.in

મંગળ પર જોવા મળતું દુલર્ભ ખનીજ એન્ટાર્કટિકામાંથી જોવા મળ્યું

Social Share

એન્ટાર્કટિકાના બરફમાંથી મંગળ પર જોવા મળતું દુલર્ભ ખનીજ મળી આવ્યું છે. આ ખનીજના આધારે પૃથ્વી અને મંગળ વચ્ચેની સમાનતા વિશે જાણી અને સમજી શકાશે. આ ખનીજનું નામ જેરોસાઇટ છે જે મંગળ પર વિપુલ પ્રમાણમાં હોવાની શક્યતા છે.

પીળા ભૂરા રંગનું આ ખનીજ પણી અને અમ્લની હાજરીમાં પેદા થાય છે. 16 વર્ષ પહેલા મંગળ ગ્રહ પરની સપાટીની નીચે પાણીના સ્થાને પ્રથમ વાર ખનીજ જોવા મળ્યું હતું. સૌથી પહેલા નાસાના માર્સ ઓર્પોચ્યૂનિટી રોવરે વર્ષ 2004માં તેની ભાળ મેળવી હતી.

પૃથ્વી પર જવાળામૂખીઓની નજીકના વિસ્તારમાંથી મળી શકે છે તેમ છતાં તે અત્યંત દુર્લભ ગણાય છે. મિલાન-બિકોકા યુનિવર્સિટીના જિયોલોજીસ્ટે જાણકારી આપી હતી કે જિયો કેમિકલ પ્રોસેસ એન્ટાર્કટિકાની બરફની કોરમાં શોધવાનું કાર્ય પ્રગતિમાં છે. આમ તો સંશોધકોની ટીમ કશુંક બીજુ શોધતી હતી પરંતુ સંજોગાવસાત જેરોસાઇટ ધ્યાનમાં આવ્યું હતું. આ ખનીજ મંગળ અને પૃથ્વી વચ્ચેની સમાન બાબતોને શોધવા માટે ખૂબજ આવશ્યક છે.

કેટલાક સમય પહેલા મંગળના દક્ષિણ ધુ્વ પર બરફ નીચે ત્રણ વિશાળ સોલ્ટવોટરનો જથ્થો મળ્યો હોવાનું એક સ્ટડીમાં બહાર આવ્યું હતું. પૃથ્વી પર પણ આ પ્રકારના પાણીના સરોવર હોય છે જેમાં સૂક્ષ્મ જીવ અત્યંત ઠંડા અને ગરમ વાતાવરણમાં પણ રહી શકે છે.

આ વિશિષ્ટ જીવ ઓકસીજન વગર જીરોથી પણ ઓછા તાપમાનમાં અત્યંત ખારા પાણીમાં રહી શકે છે . સામાન્ય રીતે જીવો આ સ્થિતિમાં લાંબો સમય સુધી રહી શકતા નથી. આ પૃથ્વી પરના એન્ટાર્કટિક ડીપ લેકમાં જોવા મળે છે જે મંગળ પર પણ જોવા મળતા હોય તે શકય છે.

(સંકેત)