Site icon Revoi.in

એસ્ટેરોઇડ અપોફિસ પૃથ્વીની નજીકથી થશે પસાર, જાણો કેટલો ખતરનાક છે આ એસ્ટેરોઇડ

Social Share

કેલિફોર્નિયા: પૃથ્વી પર એક પછી એક ખતરો મંડરાઇ રહ્યો છે. તબાહીનો દેવતા એટલે કે ત્રીજો સૌથી ખતરનાક એસ્ટેરોઇડ અપોફિસ પૃથ્વીની ખૂબ નજીક આવી રહ્યો છે અને તેની તસવીર સામે આવી છે.

નાસા અનુસાર 6 માર્ચના રોજ આ એસ્ટેરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. વર્ચ્યુઅલ ટેલિસ્કોપની મદદથી દોઢ કરોડ કિલોમીટર દૂરથી આ મહાવિનાશક એસ્ટેરોઇડની તસવીર ખેંચી છે.

વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ અનુસાર 8 વર્ષની રેકી બાદ આ એસ્ટેરોઇડ અપોફીસની તસવીર ખેંચવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે. અપોફીસ દરેક સંભવિત ખતરનાક એસ્ટેરોઇડનો ભગવાન માનવામાં આવે છે. 370 મીટર પહોળી આ ચટ્ટાનને ધરતીના 48 વર્ષમાં ટકરાવવાનો ખતરો છે.

અપોફીસ એસ્ટેરોઇડ 6 માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થશે અને વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ પર 24 કલાક અપોફીસનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. સોલર સિસ્ટમમાં રહેલા સૌથી ખતરનાક ચટ્ટાનોમાંથી એક માનવામાં આવે છે.

હવાઇ વિશ્વવિદ્યાલય અનુસાર આ એસ્ટેરોઇડ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 48 વર્ષોમાં આ પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. જો કે નાસા તેના દરેક કદમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ એસ્ટેરોઇડ એટલું શક્તિશાળી છે તેનો અંદાજ તે વાતથી જ લગાવી શકાય છે કે જો તે પૃથ્વી સાથે ટકરાય તો મહાપ્રલય આવી જશે કારણ કે તેની અસર 88 કરોડ ટીએનટી વિસ્ફોટ જેટલી થશે.

એસ્ટેરોઇડ અપોફીસ આગામી મહિને પૃથ્વીથી 1 કરોડ 60 લાખ કિમી દૂરથી પસાર થશે. એસ્ટેરોઇડ અપોફીસ 2029માં આના કરતાં પણ વધારે પાસેથી પસાર થશે.

(સંકેત)