Site icon Revoi.in

10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ધરાવતા એક માત્ર પર્વતારોહી રીતા શેરપાનું નિધન

Social Share

માઉન્ટ એવરેસ્ટ જેવા મહાકાય અને વિશાળ પર્વતની ટોચને સર કરવી એ કોઇ મહાન સિદ્વિથી કમ નથી ત્યારે માઉન્ટ એવરેસ્ટની ટોચને પ્રથમવાર સર કરનાર નેપાળી પર્વતારોહી આંગ રીતા શેરપાનું આજે નિધન થયું છે. તેમને પોતાના સમગ્ર જીવનમાં 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તે આ સિદ્વિ હાંસલ કરનાર દુનિયાના એકમાત્ર વ્યક્તિ છે. તેમનો આ રેકોર્ડ વર્ષ 2017માં ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો.

તેમના નિધન પર તેમના સાથીઓએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે નેપાળ અને પર્વતારોહી સમુદાયને આનાથી મોટી ખોટ સાલી છે. તેમનું નિધન 72 વર્ષની ઉંમરે થયું છે. તેમને મગજ અને લિવરને લગતી બિમારી હતી જેનાથી તે લાંબા સમયથી પરેશાન હતા.

ઓક્સિજન સિલિન્ડર વગર સિદ્વિ પ્રાપ્ત કરી

આપને જણાવી દઇએ કે રીતા શેરપાએ 10 વાર કોઇપણ પ્રકારના ઓક્સિજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂર્ણ કરી છે. તેમના સાથીઓ તેમને સ્નો લેપર્ડ નામે બોલાવતા હતા. પ્રથમવાર વર્ષ 1993માં તેમણે માઉન્ટ એવરેસ્ટની શિખર સર કર્યું હતું. તે પછી તેમણે વર્ષ 1996 સુધીમાં તેમની આ 10 ચડાઇ પૂરી કરી હતી.

નોંધનીય છે કે, તેમના નિધન પર નેપાળ પર્વતારોહી સંઘના પૂર્વ અધ્યક્ષ આંત તશેરિંગ શેરપાએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ પર્વતારોહીઓ માટે કોઇ સ્ટારથી ઓછા ન હતા. તેમના નિધનથી દેશ અને પર્વતારોહી બંધુત્વને આઘાત લાગ્યો છે.

(સંકેત)