Site icon Revoi.in

ચીનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સરકારી લગામ, હવે બ્લોગ લખતા અગાઉ પણ સરકારની મંજૂરી જરૂરી

Social Share

નવી દિલ્હી: ચીનમાં સામ્યવાદી સરકાર હોવાથી ત્યાં લોકોના અભિપ્રાય અને મંતવ્યને એટલું મહત્વ આપવામાં આવતું નથી. તેથી જ ચીનમાં હવે બ્લોગ લખનારાઓ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારાઓને પણ સરકારની મંજૂરી લેવી પડશે. ચીનમાં પહેલાથી જ ગૂગલ સહિતની વેબસાઇટો પર પ્રતિબંધ છે કેમ કે ચીનનો સેન્સરશિપ કાયદો બહુ કડક છે. આ રીતે હવે ચીને ત્યાંની જનતાની અભિવ્યક્તિની સ્વંત્રતતા પર વધુ એક લગામ લગાવી છે.

વર્ષ 2017થી ચીનમાં રાજકારણ તેમજ લશ્કરી બાબતો જેવા વિષયો પર લખતા પહેલા સરકારી મંજૂરીની જોગવાઇ છે. હવે તેમાં આરોગ્ય, અર્થતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણ જેવા વિષયો પણ સમાવી લેવામાં આવ્યા છે. એટલે કે આ બધી બાબતો પર લખતા પહેલા ચીની સરકારે નક્કી કરેલી ઓથોરિટી પાસે મંજૂરી લેવી પડશે. ચીન સરકાર નથી ઇચ્છતી કે તેના દેશમાં ચાલતી ગરબડોની પોલ સમગ્ર વિશ્વ સામે ખુલે. તેથી અભિવ્યક્તિની સ્વતંત્રતાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

જે બ્લોગરો, ઈન્ટરનેટ મીડિયા, સોશિયલ મીડિયા પર સરકારના વખાણ થતા હોય એમને મંજૂરીની જરૂર નથી. ચીનમાં સામ્યવાદી શાસન છે અને સામ્યવાદમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ક્યારેય મહત્ત્વ અપાતું નથી. ચીની સામ્યવાદી શાસકો સરમુખત્યારશાહીના ધોરણે શાસન કરે છે.

(સંકેત)