Site icon Revoi.in

OPEC નહીં વધારે ઉત્પાદન, ક્રૂડ ઑઇલમાં 4%નો ઉછાળો

Social Share

નવી દિલ્હી: સરકારની યોજનાઓ છત્તાં હજુ પણ લોકોએ પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે કારણ કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઇંધણના ભાવમાં ભડકો થઇ શકે છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC અને સહયોગી દેશોએ પ્રોડક્શન-કટને એપ્રિલ સુધી લંબાવી દીધું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ નહીં ઘટાડે તો ઇંધણના ભાવ હજુ વધી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, OPEC અને તેના સહયોગી દેશોએ ક્રૂડ ઓઇલમાં પ્રોડક્શન-કટ પોત-પોતાના હાલના સ્તરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે, જ્યે ફ્યૂચર ડિમાન્ડ કોરોના પૂર્વેના સ્તરે પહોંચી ગઇ છે. તેનાથી વાયદા બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વૈશ્વિક બજારમાં ગુરુવારે 4.2 ટકા એટલે કે 2.67 ડોલર પ્રતિ બેરલ વધીને 66.74 પર પહોંચી ગયું. જ્યારે 1લી જાન્યુઆરીના રોજ તે 67.75 ડોલર પ્રતિ બેરલ હતો.

સાઉદી અરબની આગેવાનીમાં OPEC દેશો અને રશિયાની આગવાનીમાં OPECના સહયોગી દેશોની ઓનલાઇન મીટિંગમાં પ્રોડક્શન-કટ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. દુનિયાના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક દેશ સાઉદી અરબ દૈનિક 10 લાખ બેરલનું પ્રોડક્શન-કટ ઓછામાં ઓછા એપ્રિલ સુધી ચાલુ રાખશે. અલબત્ત રશિયા અને કઝાકિસ્તાન ઉત્પાદન થોડુંક વધારી શકે છે.

ગત મહિને ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશે ક્રૂડ ઓઇલમાં તેજીનો અંદાજ જારી કર્યો હતો. સેશના મતે ચાલુ વર્ષે જુલાઇ સુધી ક્રૂડ ઓઇલની વપરાશ કોરોના પૂર્વેના સ્તરને વટાવી જશે. આવુ એટલા માટે કારણ કે કોરોનાના કેસોની સંખ્યા ઘટવાની સાથે ઔદ્યોગિક ગતિવિધિઓ વધી રહી છે જ્યારે ક્રૂડ ઉત્પાદક સમૂહ OPEC+ અને ઇરાન તરફથી ઓઇલ પ્રોડક્શનમાં ચાલુ રહેશે.

(સંકેત)