Site icon Revoi.in

એન્ટાર્કટિકામાં સંશોધકોને 800 વર્ષ જૂના પેંગ્વિનના મમી મળી આવ્યા

Social Share

ટોરોન્ટો:  બરફથી આચ્છાદિત એન્ટાર્કટિકામાં ઇટાલિયન બેસ જુકેલી સ્ટેશન પાસે સ્ટડી કરતા સંશોધકોને સ્ટોટકોસ્ટ પાસે પેગ્વિન કોલોની મળી આવી હતી. તે સદીઓ જૂની છે. અહીં ઘણાં બધા પેગ્વિન મમી મળી આવ્યા છે. આ અંગેના સ્ટડીની શરૂઆત દક્ષિણ એન્ટાર્કટિકાના કેપ ઇરીઝરમાં થઇ હતી. વર્ષ 2016માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના ડૉ.સ્ટીવન એમ્સલી એન્ટાર્કટિકા સ્થળે પહોંચ્યા ત્યારે સેંકડો કંકાલ જોવા મળ્યા હતા. આમ જોઇએ તો એન્ટાર્કટિકાના સૂકા વિસ્તારમાં કંકાલ મળવા એ મુશ્કેલ છે.

આ બાદ સ્ટડી કરતા માલૂમ પડ્યું કે પેંગ્વિન કોલોની અમૂક વર્ષ નહીં પરંતુ હજારો વર્ષ જૂની છે. એડિલી નામના પેંગ્વિન હયાત હોય ત્યારે જ આ શક્ય બને છે. આ પેંગ્વિનના અવશેષોનું કાર્બન ડેટિંગ થતા તે 800 થી 5000 વર્ષ જૂના જણાયા છે. એડિલી પેંગ્વિન પોતાના માળા તૈયાર કરવા માટે કંકરનો ઉપયોગ કરે છે. ત્યાર પછી પેંગ્વિનની વિષ્ટા અને સડી ગયેલી પાંખ પણ ધ્યાનમાં આવી હતી, શરીર પણ જાણે હવે સડી રહ્યું હોય તેમ જણાતું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પેંગ્વિનની વિષ્ટા, પાંખ, કંકાલ અને પથ્થર સદીઓથી બરફની નીચે જ દબાયેલા હતા. તાપમાન નીચું ઉતરવાથી ફાસ્ટ આઇસ સીટ બની હશે. આ આઇસ સીટ ગરમીના સમયમાં પણ રહે છે. આથી જ તો આ સ્થળે રહેતા પેંગ્વિન માટે કોલોની બનાવવી શક્ય હશે નહીં. એન્ટાર્કટિકામાં બરફ પીગળવાથી અને સમુદ્રની સપાટી વધવાથી પેંગ્વિન બીજા સ્થળે હિજરત કરવા માટે મજબૂર બન્યા હશે.

(સંકેત)

Exit mobile version