Site icon Revoi.in

શુક્ર ગ્રહ પર મળી આવ્યો ફોસ્ફીન ગેસ, જીવન હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન

Social Share

– થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન શક્ય હોવાનો કર્યો હતો દાવો
– હવે વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહના વાયુમંડળમાં ફોસ્ફીન નામનો ગેસ હોવાનું જાણવા મળ્યું
– તેના આધારે શુક્ર ગ્રહ પર જીવન શક્ય હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે

થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન શક્ય હોવાનો દાવો કર્યો હતો ત્યારે હવે શુક્ર ગ્રહને લઇને આવી જ એક આશા જાગી છે. વીનસ તરીકે ઓળખાતા શુક્ર ગ્રહના વાયુમંડળમાં ફોસ્ફીન નામનો ગેસ હોવાનું જાણવા મળતા આના આધારે શુક્ર ગ્રહ પર જીવન શક્ય હોવાનું સંશોધકો માની રહ્યા છે, ફોસ્ફીનના આધારે જ શુક્ર ગ્રહના વાદળોમાં ઘણા સુક્ષ્મ જીવો તરતા હોઇ શકે છે. ફોસ્ફીન કે જેમાં ફોસ્ફરસના એક અને હાઇડ્રોજનના 3 કણો મળીને બને છે. પૃથ્વી પર ફોસ્ફીનનો સંબંધ જીવન સાથે છે. પેંગુઇન જેવા જાનવરોના પેટમાં જોવા મળતા જીવો સાથે જોડાયેલો છે.

બ્રિટનની કાર્ડિફ યૂનિવર્સિટીના પ્રોફેસર જેન ગ્રીવ્સ અને તેમના સહ સાથીદારો દ્વારા કરવામાં આવેલા સ્ટડી અંગેનો અહેવાલ નેચર એસ્ટ્રોનોમી નામની જર્નલમાં પ્રકાશિત થયો છે. આ લેખમાં વિનલ પર ફોસ્ફીન મળતા આ બાબતે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ફોસ્ફીનનો અણુ કોઇ પ્રાકૃતિક કે નોન બાયોલોજિકલ રીતે જ બન્યો હોવો જોઇએ.

પ્રોફેસર જેન ગ્રીવ્સ અને તેના સાથીઓએ હવાઇના મોના કેઆ ઓબ્ઝર્વેટરીમાં જેમ્સ કલાર્ક મેકસવેલ ટેલીસ્કોપ અને ચિલીમાં આવેલા અટાકામા લાર્જ મિલિમીટર એરી ટેલિસ્કોપની મદદથી શુક્ર ગ્રહ પર નજર રાખવામાં આવતી હતી. આ દરમિયાન જ ફોસ્ફીનના સ્પેકટ્રલ સિગ્નેચરની ભાળ મળી હતી. જેના પછી વૈજ્ઞાાનિકોએ શુક્રના વાદળોમાં ફોસ્ફીન ગેસ ખૂબ હોવાનું જણાવ્યું હતું. ગ્રીવ્સનું કહેવું હતું કે શુક્ર ગ્રહ અંગે જે જાણકારી મળી છે તે મુજબ જેટલા પ્રમાણમાં ફોસ્ફીન મળે છે તેનો અજૈવિક સ્ત્રોત શું છે તે અંગે જાણવા મળતું નથી. આથી જ તો શુક્ર ગ્રહ પર જીવનની શકયતા હોય તેનો વિચાર કરી શકાય છે.

મહત્વનું છે કે, સૌર મંડળમાં કોઇ પણ ગ્રહની સરખામણીમાં શુક્ર પર જીવનની શક્યતા ઓછી છે કારણ કે શુક્રના વાયુમંડળમાં મોટા પડ છે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વિપુલ છે. અહીંના વાતાવરણમાં 96 ટકા જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે, બીજુ કે શુક્ર પર વાયુમંડળીય દબાણ પૃથ્વીની સરખામણીમાં 90 ગણુ વધારે છે.

(સંકેત)