Site icon Revoi.in

બાઇડેન સરકારમાં શ્રમ અને કામદાર સહાયક તરીકે પ્રોણિતા ગુપ્તાની નિમણૂક

Social Share

વોશિંગ્ટન: ભારત માટે ગર્વની બાબત છે. ભારતીય-અમેરિકન પ્રોણિતા ગુપ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સરકારમાં શ્રમ અને કામદાર બાબતોની ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલમાં વિશેષ સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુપ્તા હાલમાં સેન્ટર ફોર લો એન્ડ સોશિયલ પોલિસીમાં જોબ ક્વોલિટી ટીમના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેઓ કામદારો માટે રોજગારની ગુણવત્તા સુધારા માટે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્વતા ધરાવે છે. કામદારોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા તેમજ ઓછી આવક ધરાવતા શ્રમિકો માટે આર્થિક સલામતી વધારવામાં તેઓ કુશળતા ધરાવે છે.

પ્રોણિતા ગુપ્તા એક અસાધારણ નેતા છે જેઓ નીચી આવક ધરાવતા લોકો અને કામના સ્થળે મહત્વના લોકોને સક્ષમ બનાવવામાં માહેર છે. પ્રમુખ બાઇડેનની ટીમમાં તેમનાથી વધુ સારી રીતે સેવા કરી શકે તેવું અન્ય કોઈ નથી તેમ સીએલએએસપીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓલિવિયા ગોલ્ડને જણાવ્યું હતું. ઓબામા સરકારની બીજી ટર્મમાં ગુપ્તા યુએસ શ્રમ વિભાગમાં મહિલા બ્યૂરોના ડેપ્યુટી ડિરેક્ટર પદે હતા.

તેઓએ આ જવાબદારી પણ નિષ્ઠા અને ખંતથી નિભાવી હતી અને મહિલાઓનું ધોરણ તેમજ તકોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુપ્તા અગાઉ વીમેન્ટ ડોનોર્સ નેટવર્કમાં વરિષ્ઠ ડિરેક્ટર પદે પણ કાર્યરત રહી ચૂક્યા છે.

(સંકેત)