Site icon Revoi.in

જાણો આ રહસ્યમયી મંદિર વિશે, જ્યાં જનાર વ્યક્તિ કદી પાછો ફરતો નથી

Social Share

તુર્કી: પ્રાચીન મંદિરોમાં હરહંમેશ અનેક પ્રકારના રહસ્યો છૂપાયેલા હોય છે જેના વિશે જાણીને દંગ રહી જવાય છે. દેશ-વિદેશમાં આવા અનેક રહસ્યમય મંદિરો છે જેના રહસ્યો હજુ સુધી ઉકેલાયા નથી. આમાંના કેટલાક મંદિરો વિશે કહેવાય છે કે આ મંદિરનો પ્રવેશદ્વાર વ્યક્તિને અન્ય દુનિયામાં લઇ જાય છે. આજે અમે તમને આવા જ એક રહસ્યમય મંદિર વિશે વાત કરીશું.

તુર્કીમાં આ રહસ્યમય મંદિર સ્થિત છે,  આ મંદિરને નર્કનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે, આ સાંભળવું થોડું વિચિત્ર છે અને તેની પાછળનું કારણ એ છે કે આ મંદિરમાં જતા લોકો પાછા આવતા નથી અને તેથી તેને નરકનો દરવાજો કહેવામાં આવે છે. ઘણા લોકોએ આ મંદિરને લગતી વસ્તુઓની શોધ કરી છે અને તેમાં મૃત્યુના રહસ્યો ઉકેલવાનો દાવો કર્યો છે.

આ મંદિર દક્ષિણ તુર્કીમાં હિરાપોલિસ શહેરમાં સ્થિત છે. આ મંદિર ખૂબ જ જૂનું છે અને લોકોએ તેનું નામ નરકનું બારણું રાખ્યું છે. આ મંદિરમાં ફરતા કોઇપણ પ્રાણીઓ તેમજ મનુષ્ય ટકી શકતા નથી. કોઇપણ વ્યક્તિ આ મંદિરના સંપર્કમાં આવે છે તે જીવતો નથી, તે કાળના મોંમાં પ્રવેશ કરે છે.

અહીંના લોકો માને છે કે ગ્રીક દેવના ઝેરી શ્વાસને કારણે લોકો મરે છે. ગ્રીક અને રોમનના સમય દરમિયાન પણ, અહીં આવેલા લોકોના માથાને ધડથી અલગ કરી નાખવામાં આવ્યા હતા. મૃત્યુનો ભય તે સમયે પણ હતો, જેના કારણે લોકો આ મંદિરની આસપાસ પણ ફરકતા ન હતા. કેટલાક વૈજ્ઞાનિકોની શોધ આ મંદિરમાં થતા મૃત્યુના રહસ્યને હલ કરી શકે છે.

શોધકર્તાઓ એવું પણ કહે છે કે, આ મંદિરની નીચેથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ સતત લિક થાય છે. અને આ જ કારણ છે કે અહીં આવતા માણસો પાછા કદી નથી આવતા અને તેઓ મૃત્યુ પામે છે. આ સ્થાન વિશે, જર્મન પ્રોફેસર હાર્ડી ફફાઝ કહે છે કે, આ સ્થાનમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ સામેલ હોવાનું જાણવા મળે છે.

તેઓ કહે છે કે શક્ય છે કે તે જગ્યા જ્યાં ગુફા છે, ત્યાં પૃથ્વીના પોપડા નીચેથી થોડો ઝેરી ગેસ નીકળ્યો હોય અને આ ગેસ લોકોની હત્યા કરી રહ્યો છે. શોધમાં, અહીં 91 ટકા સુધી કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળી આવ્યો છે.

(સંકેત)