Site icon Revoi.in

રશિયાનું શસ્ત્ર સામર્થ્ય: અવાજ કરતા 8 ગણી ઝડપ ધરાવતી ઝિરકોન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

મોસ્કો:  ભારત પાસે દુનિયાની સૌથી ખતરનાક ક્રૂઝ મિસાઇલ્સ પૈકીને એક બ્રહ્મોસ મિસાઇલ છે. જો કે હવે રશિયાએ પણ પોતાના શસ્ત્ર સામર્થ્યનો પરચો આપ્યો છે. રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે દુનિયાની સૌથી ઘાત ક્રૂઝ મિસાઇલ ઝિરકોનનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ ક્રૂઝ મિસાઇલની ખાસિયત એ છે કે તે અવાજ કરતાં આઠ ગણી ઝડપ હાંસલ કરી શકે છે. મિસાઇલે પરીક્ષણ દરમિયાન 450 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર 4.5 મિનિટમાં જ ફૂંકી માર્યું હતું. દુનિયામાં આટલી ઝડપ ધરાવતી બીજી કોઇ ક્રૂઝ મિસાઇલ હજુ બની નથી. રશિયાએ આ મિસાઇલને સેનામાં સામેલ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઝિરકોનની ઝડપ એટલી છે કે દુનિયાની કોઇ રડાર સિસ્ટમ તેને ટ્રેક કરીને ટાર્ગેટ કરી શકે તેમ નથી. તેને ટ્રેક કરવા માટે રશિયાની પોતાની એસ-500 એર ડિફેન્સ સિસ્ટમ જ સમર્થ છે.

(સંકેત)