Site icon Revoi.in

ભારત થયું ગૌરવાન્તિત: ભારતીય કૂળની સાબ્રિના સિંઘની કમલા હેરિસના સહાયક તરીકે વરણી

Social Share

વોશિંગ્ટન: ભારત ફરી એક વખત ગૌરવાન્તિત થયું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી તરીકે ભારતીય મૂળની સાબ્રિના સિંઘની નિયુક્તિ કરાઇ હતી. તાજેતરમાં થયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી વખતે પણ સાબ્રિના કમલા હેરિસની પ્રેસ સચિવ હતી.

નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન તેમજ ઉપપ્રમુખ કમલા હેરિસને સત્તા હસ્તાંતરણમાં મદદ કરી રહેલા જૂથે આ નિયુક્તિની ઔપચારિક જાહેરાત કરી હતી.

સાબ્રિના વિશે વાત કરીએ તો તે ભારતીય કૂળની છે. તેમનો પરિવાર લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયો છે. અગાઉ સાબ્રિનાએ ડેમોક્રેટિક નેશનલ કમિટિમાં ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટરની જવાબદારી સંભાળી હતી. અમેરિકી બ્રિજના ટ્રમ્પ વોર રૂમમાં સંચાલકની જવાબદારી પણ એણે પાર પાડી હતી. વર્ષ 2016માં હિલેરી ક્લીન્ટનના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી વખતે સાબ્રિનાએ મહત્વની કામગીરી બતાવી હતી. માઇક બ્લૂમબર્ગે પ્રમુખપદની ઉમેદવારી કરી ત્યારે પણ સાબ્રિના મુખ્ય પ્રવક્તા હતી.

તાજેતરમાં તેની કામગીરી પર નજર કરીએ તો જો બાઇડન તેમજ કમલા હેરિસના ચૂંટણી પ્રચારમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે સાબ્રિનાએ નોંધપાત્ર ભૂમિકા નિભાવી હતી. આ બધી કામગીરીના ફળ સ્વરૂપે હવે એને ઉપપ્રમુખ કમલા હેરિસના પ્રેસ સેક્રેટરી તરીકેની નિમણૂક મળી હતી.

(સંકેત)