Site icon Revoi.in

સ્પેસએક્સના સ્વપ્નને ફટકો, કંપનીનું સ્ટારશિપ રોકેટ વિસ્ફોટ થતાં અગનગોળામાં ફેરવાયું

Social Share

વૉશિંગ્ટન: અમેરિકાના ઉદ્યોગપતિ અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કના મંગળ ગ્રહ પર જવાના સ્વપ્નને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં, સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ ગઇકાલે ટેક્સાસના તટ પર ટેસ્ટ લોન્ચ દરમિયાન જોરદાર વિસ્ફોટ બાદ અગનગોળો બની ગયું હતું. કંપનીને એવી આશા હતી કે આ રોકેટ ભવિષ્યમાં તેને મંગળ ગ્રહ પર લઇ જશે. બીજી તરફ આ વિસ્ફોટ બાદ પણ સ્પેસએક્સે તેને શાનદાર ટેસ્ટ ગણાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના માલિક એલન મસ્કે પણ ઉડ્ડયનની થોડીક મિનિટો બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મંગળ ગ્રહ અમે આવી રહ્યા છીએ. જો કે બાદમાં તેઓએ કહ્યું હતું કે રોકેટ ઘણી ઝડપથી લેન્ડ કરી રહ્યું છે જેથી તેમાં વિસ્ફોટ થઇ ગયો હતો. તેઓએ આ રોકેટના સફળ હિસ્સાને યાદ કર્યો અને કહ્યું કે સ્ટારશિપ રોકેટે ટેક ઓફ કર્યું અને ઉડ્ડયન દરમિયાન પોતાની સ્થિતિ બદલી તથા લેન્ડિંગ માટે તે પ્રક્ષેપણ માર્ગમાં આવી ગયું હતું.

નોંધનીય છે કે બુધવારે રોકેટે નિયત સમયે ઉડાન ભરી હતી અને સીધું ઉપરની તરફ ગયું હતું. આ દરમિયાન રોકેટનું વધુ એન્જીન શરૂ થઇ ગયું હતું. આશરે 4 મિનિટ અને 45 સેકન્ડના ઉડ્ડયન બાદ રોકેટનું ત્રીજું એન્જીન પણ શરૂ થઇ ગયું હતું અને રોકેટ સારી રીતે પોતાની અપેક્ષિત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હતું.

(સંકેત)