Site icon Revoi.in

થાઇલેન્ડ જવા માંગતા ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર, 120 દિવસમાં થાઇલેન્ડ ફરીથી ટુરિસ્ટોનું કરશે સ્વાગત

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં થાઇલેન્ડ પણ સામેલ છે. કોરોના કાળ પહેલા થાઇલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો હતો.

કોરોનાની બીજી લહેર હવે પૂર્ણતાને આરે છે ત્યારે હવે થાઇલેન્ડે આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે દેશને ખોલી નાંખવા માટેની યોજના બનાવી છે. થાઇલેન્ડના પીએમ પ્રાયુથ ચાન ઓછાએ કહ્યું કે, દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ઑક્ટોબરના પ્રારંભ સુધીમાં દેશની મોટા ભાગની વસ્તીને ઓછામાં ઓછો કોરોના વેક્સિનનો 1 ડોઝ આપવાની યોજના છે.

જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેવા પર્યટકો માટે દેશના કેટલાક ટુરિસ્ટ સ્પોટ ખોલી નાંખવામાં આવશે. આવા ટૂરિસ્ટોએ ક્વોરેન્ટાઇન થવાની પણ જરૂર નહીં પડે. આ યોજનાનો અમલ ફૂકેટથી કરવામાં આવશે. અહીંયા એક પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે દેશને ખોલવા માટે તારીખ નિર્ધારિત કરીને ટુરિસ્ટોનું ફરીથી સ્વાગત કરવું પડશે. લોકોને ફરીથી રોજગારી પ્રાપ્ત થાય અને અર્થતંત્રની ગાડી ફરીથી પાટે ચડે તે માટે ટુરિઝમ શરૂ થાય તે આવશ્યક છે.

મહત્વનું છે કે, થાઇલેન્ડની ઇકોનોમી ટુરિઝમ પર નિર્ભર છે. દેશની ઇકોનોમીમાં તેનો ફાળો 20 ટકા જેટલો છે.