Site icon Revoi.in

UAEમાં સૌથી ઓછી ઉંમરના બાળકે કેન્સરના દર્દીઓને તેના વાળ ડોનેટ કર્યા

Social Share

દુબઇ: કેન્સરના દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિનું ઉત્તમ દ્રષ્ટાંત UAEમાં જોવા મળ્યું છે. UAEમાં 2 વર્ષ 10 મહિનાના બાળકે કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન આપ્યું છે. 2 વર્ષ 10 મહિનાનો બાળક તક્ષ જૈન આ માટે ખૂબ જ ચર્ચામાં છે. અહીંયા તે સૌથી ઓછી ઉંમરમાં કેન્સરના દર્દીઓ માટે હેર ડોનર બન્યો છે. આ અંગે તક્ષના પરિવારજનોએ કહ્યું હતું કે તક્ષને તેની બહેન પાસેથી દાન માટેની આ પ્રેરણા પ્રાપ્ત થઇ છે.

આ અંગે તક્ષ જૈનના માતા નેહા જૈને જણાવ્યું હતું કે, દાન માટે પહેલા તક્ષે તેના વાળ વધાર્યા હતા. નેહા જૈને જણાવ્યું કે તેની પુત્રી પણ વર્ષ 2019માં હેર ડોનેટ કરી ચૂકી છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર તક્ષ જૈનની ઉંમર 2 વર્ષ 10 મહિના છે. તે ફ્રેંન્ડ્સ ઑફ કેન્સર પેશેન્ટ્સ હેયર ડોનેશન કેમ્પમાં સામેલ થનાર સૌથી ઓછી ઉંમરનો બાળક છે.

તક્ષ જૈનના માતાએ કહ્યું કે, જ્યારે પણ તેની પુત્રીના હેયર ડોનેટની વાત ઘરમાં થતી હતી તો તેને તક્ષ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. આ વાતોને સાંભળીને તક્ષના મનમાં કેન્સર રોગીઓ માટે વાળ દાન કરવાની ભાવના જાગી. તેણે મને આ વિશે કહ્યું. ત્યારબાદ તક્ષે તેના વાળ વધારવાનું શરૂ કર્યું હતું.

વિશ્વ કેન્સર દિવસના અવસર પર FOSP દ્વારા સંયુક્ત આરબ અમીરાતમાં હેયર ડોનેશન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં UAEની સાત શાળાએ ભાગ લીધો છે.

(સંકેત)