Site icon Revoi.in

ચીનની આ ચાલમાં ફસાયો વધુ એક દેશ, હવે પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું

Social Share

નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદ નીતિ ઉપરાંત અન્ય એક ચાલ માટે પણ કુખ્યાત છે. ચીન વિશ્વના નાના દેશોને લોન આપીને તેને દેવાદાર બનાવવાની ચાલ રમે છે. હવે તેની આ નીતિનો શિકાર આફ્રિકાનો દેશ યુગાન્ડા બન્યો છે.

યુગાન્ડા ચીનનું દેવુ ચૂકવવામાં નિષ્ફળ રહેતા ચીને હવે યુગાન્ડના મુખ્ય એરપોર્ટને પોતાના કબ્જામાં લઇ લીધુ છે.

આફ્રિકાના મીડિયા અહેવાલ અનુસાર ચીન સરકાર સાથે લોનના એક કરારની શરત પૂરી કરવામાં યુગાન્ડાની સરકાર નિષ્ફળ નિવડી છે અને તેના પગલે તેના એક માત્ર એન્ટબી એરપોર્ટ તેમજ બીજી સંપત્તિઓ જપ્ત કરાઇ છે.

આ મુદ્દે વાતચીત કરવા માટે યુગાન્ડા સરકારે પોતાનુ એક પ્રતિનિધિ મંડળ બિજિંગ મોકલ્યુ હતુ પણ ચીનના અધિકારીઓ કરારની શરતોમાં ફેરફાર કરવાનો કે યુગાન્ડાને કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.

આ કરાર યુગાન્ડાની સરકાર દ્વારા 17 નવેમ્બર,2017ના રોજ ચીનની એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક સાથે કરવામાં આવ્યો હતો. જેમાં કેટલીક શરતો સાથે યુગાન્ડાને લોન આપવામાં આવી હતી.

હવે યુગાન્ડાએ પોતાનું એરપોર્ટ ચીનને શરણે કરવું પડ્યું છે. ચીને લોનની શરતો પર પુન વિચારણા કરવાની પણ ના પાડી દીધી છે.

જો કે ચીને પોતાનો લુલ્લો બચાવ કરતા કહ્યું છે કે, ચીન દ્વારા બીજા દેશોને દેવાદાર બનાવવામાં આવે છે આ વાતો પાયાવિહોણા આરોપો છે અને ઘડી કાઢેલી વાત છે.