Site icon Revoi.in

હિમવર્ષાથી યુએસનો આ હાઇવે બર્ફીલો બનતા પળવારમાં જ 100 વાહનોથી થઇ અથડામણ

Social Share

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સમાં વારંવાર કોઇને કોઇ કુદરતી આફતો આવતી રહેતી હોય છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે અથવા પ્રભાવિત થાય છે. તાજેતરમાં યુએસના વિસ્કોન્સિનમાં સ્ટેટ હાઇવે-94 પર હિમવર્ષાથી ખતરનાક સ્થિતિ થઇ છે. અહીંયા હિમવર્ષાને કારણે સ્ટેટ હાઇવે એ હદે લપસણો થઇ ચૂક્યો હતો કે એક પછી એક વાહનો એકબીજા સાથે ધડામભેર અથડાવા લાગ્યા હતા અને થોડીક જ વારમાં 100 જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.

હિમવર્ષાને કારણે રસ્તાઓ બર્ફિલા બનતા પશ્વિમ-મધ્ય વિસ્કોન્સિનમાં અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા અને અથડામણ સર્જાઇ હતી. વિસ્કોન્સિન સ્ટેટ પેટ્રોલ પોલીસ અનુસાર જામી રહેલા વરસાદે વહેલી સવારે માર્ગને વધુ ખતરાવાળો બનાવ્યો હતો અને ડ્રાઇવરો માટે વાહન પર કાબૂ કરવો વધારે પડકારજનક અને મુશ્કેલ બન્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર સવારે અંદાજે 10.40 વાગ્યાની આસાપસ આ અકસ્માતની હારમાળા સર્જાઇ હતી અને પહેલા ટ્રેક્ટર અને ટ્રોલ્સ એકબીજા સાથે ટકરાવા લાગ્યા અને પછી જોત જોતા જ 100થી વધુ વાહનોની એકબીજા સાથે અથડામણ થઇ હતી. વાહનોની અથડામણ બાદ ધોરીમાર્ગને 40 કિમી પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો.

એક ડ્રાઇવરે રસ્તાની સ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે, હિમવર્ષાને કારણે રસ્તાઓ બર્ફીલા બન્યા હતા અને તેને કારણે વાહનને નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ બન્યું હતું અને પછી અકસ્માતોની સાંકળ એટલી ઝડપથી શરૂ થઇ કે કોઇને કોઇ સમજાયું જ નહીં. એક વીડિયો પણ શૂટ કરાયો હતો જેમાં જોઇ શકાય છે કે ટ્રેક્ટર અને ટ્રેલરોનો ઢગલા થઇ ગયા હતા અને હાઇવે પર આગ લાગી હતી.