Site icon Revoi.in

અમેરિકામાં સ્કીલ્ડ પ્રોફેશનલ્સની અછત, યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સે H-1B વિઝાની સંખ્યા વધારવા કરી અપીલ

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં હાલમાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની અછત વર્તાઇ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુએસ ચેમ્બર ઑફ કોમર્સે બાઇડેન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને H-1B વિઝાની સંખ્યા વધારવા તેમજ ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત ક્વોટાને પણ સમાપ્ત કરવા માટે અપીલ કરી છે.

આપને જણાવી દઇએ કે અમેરિકા, દર વર્ષે અન્ય દેશના સ્કિલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓને એચ-1બી વિઝા આપે છે જેના પર અન્ય દેશના પ્રોફેશનલ્સ અમેરિકા આવીને નોકરી કરી શકે છે. આ એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ અમેરિકાની કંપનીઓ વિદેશમાંથી નિષ્ણાત કર્મચારીઓને અમેરિકા બોલાવી નોકરી પર રાખે છે.

દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઓ ભારત અને ચીનમાંથી મોટા પ્રમાણમાં આઇટી પ્રોફેશનલોને H-1B વિઝા હેઠળ નોકરી પર રાખે છે. હાલમાં અમેરિકા દર વર્ષે 65,000 વિદેશી કર્મચારીઓને H-1B વિઝા આપે છે.

H-1 વિઝાનો જે હાલનો ક્વોટા છે તેને વધારવામાં આવે તવી માંગણી યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સે કરી છે. આ ઉપરાંત તેણે માંગ કરી છે કે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા વિદેશીઓ માટેના ક્વોટામાં વધુ 20,000 કરવામાં આવે.

અમેરિકા માટે હાલમાં આગળ આવીને અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે તેવું યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રેસિડેન્ટ અને CEO સુઝાન કર્લાકે કહ્યું હતું.

Exit mobile version