Site icon Revoi.in

અમેરિકાની કોર્ટે મોદી-શાહ વિરુદ્વ કરાયેલો કેસ ફગાવ્યો

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની એક કોર્ટે ભારતના પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્વ નોંધાયેલા 10 કરોડ ડોલર એટલે કે 7,36,47,00,000 રૂપિયાનો એક કેસ ફગાવી દીધો હતો. આ કેસ એક અલગાવવાદી કાશ્મીર-ખાલિસ્તાન જૂથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અરજીકર્તા કેસની બે સુનાવણી દરમિયાન હાજર ના રહેતા કેસને ફગાવી દેવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે ટેક્સાસના હ્યૂસ્ટનમાં 19 ડિસેમ્બર 2019માં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમ પછી આ કેસ નોંધાયો હતો.

આ અરજીમાં ભારતની સંસદના કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અરજીકર્તાએ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લેફ્ટિનેન્ટ જનરલ કંવલ જીત ઢિલ્લો પર વળતર પેટે 10 કરોડ ડોલરનો કેસ કર્યો હતો. આ કેસના અન્ય બે અરજીકર્તાઓની ઓળખ થઇ ન હતી.

(સંકેત)