Site icon Revoi.in

અમેરિકાએ પોતાના મિત્ર દેશ સાઉદી અરબને આંચકો આપ્યો, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હટાવી

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી પોતાના હથિયારો હટાવ્યા બાદ હવે અમેરિકાએ વધુ એક મિત્ર દેશ એટલે કે સાઉદી અરબને ઝટકો આપ્યો છે.

હવે અમેરિકાએ અહીંથી પોતાની અત્યાધુનિક પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હટાવી લીધી છે. સાઉદી અરબ માટે આ નિર્ણય આંચકા સમાન છે. તેનું કારણ એ છે કે સાઉદી અરબ પર યમનના હૂતી વિદ્રોહીઓના સંગઠન દ્વારા વારંવાર હવાઇ હુમલા કરવામાં આવી રહ્યાં છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર સાઉદી અરબના રિયાધ બહારના પ્રિન્સ સુલતાન એર બેઝ પરથી અમેરિકાએ પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હટાવી લીધી છે.

ઈરાનનો મુકાબલો કરવા માટે અમેરિકાએ અરબ દેશોમાં પોતાના હજારો સૈનિકોને તૈનાત કર્યા છે પણ અમેરિકાના આ પગલા બાદ સાઉદી અરબ સહિતના દેશોને હવે અમેરિકાની ભવિષ્યની યોજનાઓ અંગે આશંકા જઈ રહી છે.

સાઉદી અરબના સંરક્ષણ મંત્રાલયે જોકે કહ્યુ છે કે, અમેરિકા સાથે સાઉદી અરબના સબંધો મજબૂત અને ઐતહાસિકિ છે. સાઉદી સેના પોતાની સરહદોનુ રક્ષણ કરવા માટે સમર્થ છે.