Site icon Revoi.in

કોવેક્સિનને ઇમરજન્સી યાદીમાં સામેલ કરવા કરાઇ અરજી, કોવેક્સિન લેનારા લોકો જઇ શકે છે વિદેશ

Social Share

નવી દિલ્હી: કોવેક્સિન નિર્માતા કંપનીએ ઇમરજન્સી ઉપયોગમાં લેનાર વેક્સિનમાં કોવેક્સિનને પણ સામેલ કરવા માટે WHO ને આવેદન આપ્યું છે. જેમણે વેક્સિન ના લીધી હોય તેમના માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે સફર કરી શકે છે.

ભારતમાં ઘાતક બીજી લહેરના પ્રસારને અન્ય દેશમાં રોકવા માટે વિશ્વના અનેક દેશોએ ભારતથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેમાં કેનેડા, બ્રિટન, સાઉદી અરબી, ન્યૂઝીલેન્ડ જેવા દેશો સામેલ છે.

હવે ભારતથી વિદેશ મુસાફરી કરનારા લોકો માટે ખુશીના સમાચાર એ છે કે, કોવેક્સિન રસી લેનારા લોકો માટે જુલાઇ-સપ્ટેમ્બર સુધીમાં વિદેશ જવાનો માર્ગ મોકળો થઇ શકે છે. અનેક દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યાં છે. જેમણે વેક્સિન ના લીધી હોય તે નેગેટિવ RT-PCR રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે.

કોવેક્સિન નિર્માતા કંપનીએ WHOને અપીલ કરી છે કે, ઇમરજન્સી લિસ્ટમાં કોવેક્સિનને સામેલ કરવામાં આવે. આ આવેદનની સાથોસાથ આશા છે કે જુલાઇ-સપ્ટેમ્બર 2021 સુધીમાં કોવેક્સિન રસી લેનારને વિદેશ જવાની મંજૂરી મળી શકે છે.

કોરોના વાયરસની મહામારી દરમિયાન એક દેશમાંથી બીજી દેશમાં જવા માટે વેક્સિનેશનનો આધાર બનાવવામાં આવ્યો છે. આ માટે WHOએ વેક્સિનની એક યાદી તૈયાર કરી છે. જેને લીધા બાદ એક દેશમાંથી બીજા દેશમાં જાવુ સરળ બને છે. કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવાની સ્વીકૃતિ માટે અમેરિકા, બ્રાઝિલ સહિત 60 દેશોમાં આ પ્રક્રિયા ચાલી રહી છે.

નોંધનીય છે કે, ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનની 23,61,98,726 ડોઝ અપાઈ ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા મુજબ સોમવારના રોજ દેશભરમાં 33.64 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

Exit mobile version