Site icon Revoi.in

ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક હરકત, વિશ્વ ચિંતામા ડુબ્યું

Social Share

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ હવે ફરીથી એવી હરકત કરી છે જેને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં ડુબ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એખ બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફનો હવાલો આપતા આ કહેવાયુ છે.

અગાઉ પણ દક્ષિણ કોરિયાની સેના અનુસાર ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એક મિસાઇલ લોન્ચ કરી હતી પરંતુ તેને લગતી કોઇ ખાસ જાણકારી સામે આવી ન હતી. ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક સમયથી તાબડતોબ મિસાઇલ ટેસ્ટ કરી રહ્યું છે. જો કે સંયુક્ત રાષ્ટ્ર ઉત્તર કોરિયા પર બેલિસ્ટિક મિસાઇલ અને પરમાણુ હથિયારોના પરીક્ષણ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

બીજી તરફ જાપાન સરકારની એવી ધારણા છે કે ઉત્તર કોરિયાએ છોડેલી આ મિસાઇલ બેલિસ્ટિક મિસાઇલ હોઇ શકે છે તેથી જોખમને જોતા જાપાની તટરક્ષક દળએ સંભવિત ટેસ્ટ માટે જહાજોને ચેતવણી આપી છે. જાપાની તટરક્ષક દળે સમુદ્રી સુરક્ષા સંલગ્ન ચેતવણી બહાર પાડી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે મિસાઇલ ક્યાં નિશાનાને ધ્યાનમાં લઇને છોડાઇ હતી.

આપને જણાવી દઇએ કે UNSCના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ પરીક્ષણ ફરીથી શરૂ કરી દીધા છે.

ઉત્તર કોરિયા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વિશેષ દૂત સુંગ કિમ આવનારા દિવસોમાં સિયોલમાં અમેરિકી સહયોગીઓ સાથે બેઠક કરીને ઉત્તર કોરિયા સાથે વાતચીત ફરીથી શરૂ કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે.

નોંધનીય છે કે, વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે પરમાણુ ચર્ચા બે વર્ષથી વધુ સમયથી વિલંબમાં છે. ઉત્તર કોરિયાએ શરત વગર વાતચીત શરૂ કરવા માટે બાઇડેન પ્રશાસનના પ્રસ્તાવોને માનવાની ના પાડી દીધી છે.