Site icon Revoi.in

ચીનના જેજીયાંગ પ્રાંતમાં સંશોધકોને 9000 વર્ષ જૂની બીયરના અવશેષો મળ્યા

Social Share

નવી દિલ્હી: ચીનના જેજિયાંગ પ્રાંતમાં બીયરના અવશેષો મળ્યા છે. ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને 9000 વર્ષ જૂના બીયરના અવશેષો મળ્યા છે.

સંશોધકોએ દાવો કર્યો છે કે, માટીના વાસણમાં આ અવશેષો મળ્યા છે અને આ વાસણો બે માનવ હાડપિંજરો પાસેથી મળ્યા છે. જે આ વાતનો સંકેત આપે છે કે, કોઇ મૃતકના સન્માનમાં શોક મનાવવા માટે બીયરનું સેવન કરવામાં આવ્યું છે.

આ પ્રકારે બીયર પીવાનું આયોજન એક બીજા સાથે સામાજીક સંબંધોને કાયમ રાખવા માટે કરવામાં આવતું હશે તેવું સંશોધકોનું માનવું છે. એક જર્નલમાં આ અંગે રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ છે કે, આ સાઇટ પરથી મળેલા માટીના વાસણોમાં સ્ટાર્ચ, પ્લાન્ટ્સના જિવાશ્મિ, મોલ્ડ અને ટીસ્ટના અવશેષો મળ્યા છે.

આ ચોખાથી બનેલો એક પ્રાકરનો બીયર હોવાની શક્યતા છે. પૂર્વ એશિયામાં આ પ્રકારનો બીયર બનાવવાનુ ચલણ ઘણા સમયથી ચાલતુ આવે છે.જોકે આ બીયર હાલમાં મળતા બીયર કરતા અલગ હોઈ શકે છે. તેમાં થોડી વધારે મીઠાશ હશે અને તેનો રંગ પણ અલગ હશે.

સંશોધકોના મતે અન્ય કોઈ સાઈટ પરથી આ પ્રકારના વાસણો મળ્યા નથી. સાથે સાથે આ પ્રકારની બીયર બનાવવાનુ આસાન પણ નહીં હોય. કારણકે 9000 વર્ષ પહેલા ચોખાની ખેતી પણ શરૂઆતના તબક્કામાં હતી એવું મનાય છે.