Site icon Revoi.in

રશિયાએ તાલિબાનને લઇને આપ્યું આ નિવેદન, ભારત થયું નારાજ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનને લઇને રશિયાએ એવું નિવેદન આપ્યું છે જેને કારણે ભારતનું ટેન્શન વધ્યું છે. આ નિવેદનને લઇને ભારત ચિંતિત છે.

અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા પર ભારતને સામેલ કરવા માટે રશિયાને કહેવાયું હતું પરંતુ રશિયાએ તેની અવગણના કરી હતી. તાલિબાન જ્યારે સત્તામાં આવ્યું હતું ત્યારે રશિયાએ મોસ્કો ફોર્મેટમાં અનેક દેશોને આમંત્રિત કર્યા હતા જેમાં અમેરિકા સામેલ નહોતુ થયું પરંતુ મોસ્કો ફોર્મેટમાં ભારતને સ્થાન અપાયું હતું.

મોસ્કો ફોર્મેટમાં રશિયાના નિવેદનથી ભારત નારાજ છે જો કે આ મામલે ભારતે હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી. રશિયાએ જે નિવેદન આપ્યું છે તેમાં ભારતના હિતોનો લઇને કોઇ વિચારણા નથી કરવામાં આવી. સાથે જ આ ફોર્મેટમાં રશિયાએ તાલિબાનને શાસક માની લીધું હતું.

મોસ્કો ફોર્મેટમાં રશિયાએ કહ્યું કે, હવે અફઘાનિસ્તાનની વાસ્તવિકતાને ધ્યાને રાખવી પડશે. સત્ય એ છે કે હવે તાલિબાન અફઘાનિસ્તાનને ચલાવી રહ્યાં છે. જેથી આ દેશના લોકોને ખાદ્ય સહાયતા મોકલવા માટે દેશની વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડશે.

ભારત રશિયાનું મિત્ર છે ત્યારે રશિયાના આ નિવેદનથી ભારત ચોક્કસપણે નારાજ થયું છે જો કે ભારતો કોઇ પ્રતિક્રિયા હજુ આપી નથી, જો કે હજુ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ નથી.

નોંધનીય છે કે મોસ્કો ફોર્મેટમાં રશિયા ઉપરાંત ભારત, પાકિસ્તાન, ચીન, ઇરાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો.