Site icon Revoi.in

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન-IS સામે-સામે, તકરાર વધવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હવે તાલિબાનનું એક બાજુ જ્યાં વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. ISISના સમર્થકોએ હવે ઑનલાઇન પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાલિબાન વિરુદ્વ અભિયાન છેડ્યું છે. પોતાની પોસ્ટ દ્વારા ISISના સમર્થકોએ સતત તાલિબાનની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ તાલિબાને પણ ISIS સાથે કોઇ સંબધ નથી તેવો દાવો કર્યો છે અને અફઘાનિસ્તાનમાં આ આતંકીઓને સહન નહીં કરે તેવું કહ્યું છે.

અગાઉ ISISએ કહ્યું હતું કે, તાલિબાન અમેરિકાની કઠપૂતળી છે. અફઘાનિસ્તનમાં જે પણ સ્થિતિ છે તે તાલિબાનની નહીં પણ અમેરિકાની જીત છે. કારણ કે તાલિબાને અમેરિકા સાથે વાતચીત કરી આ સફળતા પ્રાપ્ત કરી છે.

એક રિપોર્ટ અનુસાર ISISના સમર્થકોએ તાલિબાન પર અફઘાનિસ્તાનના લઘુમતી શિયા હજારા સમુદાય સાથે સંધિ કરવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ISIS શિયા હજારા સમુદાયને બિન મુસ્લિમ તેમજ વિધર્મી માને છે. પાકિસ્તાન અને અફઘાનમાં રહેલા આવા લઘુમતી લોકો પર ISIS અનેક વાર હુમલા કરી ચૂક્યુ છે.

અફઘાનિસ્તાનમાં હુકુમત કરવા તરફ આગેકૂચ કરી રહેલા તાલિબાન સામે સૌથી મોટો ખતરો ISIS હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો અફઘાનિસ્તાનમાં ISIS જેવા મજબૂત આતંકી સંગઠનનું વર્ચસ્વ વધે તો તાલિબાનને ચોક્કસપણે ફટકો પડે. તાલિબાન પણ ISISને રોકવા માટે પ્રયાસ કરશે.