Site icon Revoi.in

M-16ના વડાની ચેતવણી, ચીન-રશિયા ટેક્નોલોજી વડે વિશ્વ પર કરી શકે છે કબ્જો

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જાસૂસી ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થઇ રહ્યા છે અને તેમાં અનેક દેશોની ભૂમિકાને લઇને બ્રિટનની વિદેશી જાસૂસી સંસ્થા એમ-16ના વડા રિચાર્ડ મૂરેએ ચેતવણી આપી છે. તેઓએ ચેતવણી ઉચ્ચારતા રશિયા અને ચીનને ટાંક્યા હતા અને કહ્યું કે આ બંને દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કુશળતા હાંસલ કરી રહ્યા છે જે જોતા આગામી 10 વર્ષના સમયગાળા દરમિયાન ભૂરાજનીતિમાં ફેરફાર આવે તેવી સંભાવના છે.

મૂરેએ દેશના દુશ્મનો અંગે ચેતવણી આપી કે. આપણા દુશ્મનો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સિન્થેટિક બાયોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મોટા પાયે ખર્ચ કરી રહ્યા છે. ચીન અને રશિયા તે વાત સારી રીતે જાણે છે કે આ વસ્તુઓમાં કાબેલિયત મેળવવાથી કેટલો ફાયદો થઇ શકે છે.

ઉદાર લોકતંત્રો માટે રશિયા અને ચીનની જાસૂસી સંસ્થા ચિંતાનો વિષય હોવાનું તેમણે જણાવ્યું હતું. બંને દેશોની જાસૂસી એજન્સીઓ અત્યાધુનિક ટેક્નોલોજીઓ પર કબ્જો કરવા માટે પોતાને તૈયાર કરી રહી છે. ઘણી વખત તો તે પશ્વિમી દેશો કરતાં પણ વધારે ઝડપથી આમ કરી રહી છે.

ચીન આગામી વર્ષોમાં મોટા ભાગની નવી ટેક્નોલોજી પર નિપુણતા હાંસલ કરી શકે છે અને તેમાં પણ ખાસ કરીને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, જેનેટિક્સ પર નિપુણતા મેળવી શકે છે તેવી આશંકા પશ્વિમી એજન્સીઓએ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે અત્યારે સમગ્ર વિશ્વના જાસૂસો અત્યાધુનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે અને તેમાં કાબેલિયત હાંસલ કરવા દિવસ-રાત એક કરી રહ્યાં છે. આ વચ્ચે હવે માનવીઓ દ્વારા થતા જાસૂસી અભિયાનને પણ વધુ પડકાર મળી રહ્યો છે.