Site icon Revoi.in

ચીનના આ ટેલિસ્કોપથી પરગ્રહોના રહસ્યો ઉકેલાશે? જાણો તેની વિશેષતા

Social Share

નવી દિલ્હી: પૃથ્વી સિવાય પરગ્રહો પર પણ જીવનનું અસ્તિત્વ અને એલિયનને લઇને અત્યારસુધી અનેક દાવાઓ થયા છે પરંતુ વાસ્તવિકત રીતે તેના કોઇ ચોક્કસ પુરાવા હજુ સુધી મળ્યા નથી. જો કે હવે ચીનના વિશાળ ટેલિસ્કોપથી અન્ય ગ્રહો પરના રહસ્યોને ઉકેલી શકાશે. 500 મીટરનું વિશાળ Aperture Spherical Telescope વિશ્વનું સૌથી મોટું અને સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ છે.

ચીન આ ટેલિસ્કોપ વિશે એવો દાવો કરી રહ્યુ છે કે આ ટેલિસ્કોપ 400 મિલિયન પ્રકાશ વર્ષના અંતરે હાજર સૌથી વધારે વિકસિત એલિયન્સ વિશેની જાણકારી મેળવવામાં સક્ષમ છે. વિશેષજ્ઞો એવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે કે એલિયન્સ વિશેની જાણકારી મેળવી શકાશે. આ ટેલિસ્કોપ von Neumann Probesના સમૂહો વિશેની જાણકારી પ્રાપ્ત કરવા માટે સમર્થ છે.

ચીનનો આ વિશાળ ટેલિસ્કોપ ત્યાંના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ગુઈઝોઉના ડાઉડાંગમાં સ્થિત છે. ચીનના આ ટેલિસ્કોપને જાન્યુઆરી 2020માં સંપૂર્ણરીતે સંચાલિત કરવામાં આવ્યો હતો. આ ટેલિસ્કોપ બનાવવામાં ચીનને 5 વર્ષ લાગ્યા હતા. ચીન સરકારે કહ્યું હતું કે આ ટેલિસ્કોપે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સ્થિર અને વિશ્વસનીય સેવા આપી છે.

નોંધનીય છે કે, વર્ષ 1994માં ટેલિસ્કોપ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું હતું, અંતે વર્ષ 2007માં તેને લીલી ઝંડી મળી હતી. આ ટેલિસ્કોપમાં 36 ફૂટની 4,500 ત્રિકોણ પેનલ છે જે એક ડિશનો આકાર છે. સાથે જ 33 ટનનો Retina(નેત્રપટલ) છે જે 460-525 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. જેની કિંમત આશરે 26.9 કરોડ છે.

16,000 ફૂટના આ ટેલિસ્કોપનો વર્ષ 1994માં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આખરે વર્ષ 2007માં તેને મંજૂરી મળી. આ ટેલિસ્કોપમાં 36 ફૂટની 4,500 ત્રિકોણ પેનલ છે જે એક ડિશનો આકાર ધારણ કરે છે. સાથે જ 33 ટનનો Retina (નેત્રપટલ) છે જે 460-525 ફૂટની હાઈટ પર સ્થિત છે. જેની કિંમત આશરે 26.9 કરોડ છે. આ ટેલિસ્કોપની આસપાસના 3 માઈલના રેડિયસને સંપૂર્ણરીતે ખાલી કરાયા છે.