Site icon Revoi.in

દેશથી મહત્વનું કઇ નથી, કોવિડનો કહેર વધતા ન્યૂઝીલેન્ડના PMએ પોતાના જ લગ્ન રદ્દ કર્યા

Social Share

નવી દિલ્હી: વિશ્વભરને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે હવે ન્યૂઝીલેન્ડમાં પણ કોવિડના સંક્રમણને અંકુશમાં રાખવા કડક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. ખુદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ પણ પોતાના લગ્ન રદ્દ કર્યા છે.

દેશથી વધુ કઇ કિંમતી નથી અને દેશની રક્ષા માટેના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને પૂરું પાડ્યું છે. દેશને કોવિડથી સુરક્ષિત રાખવા માટે તેઓએ પોતાના જ લ્ગન રદ્દ કર્યા છે.

ન્યૂઝીલેન્ડમાં લગ્ન સમારોહ માટેના નિયંત્રણો પણ વધુ કડક કરવામાં આવ્યા છે. અહીંયા લગ્નમાં જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. આ વચ્ચે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને કહ્યું કે, હું બીજાથી અલગ નથી. ઘણા લોકો આ પ્રતિબંધોથી પરેશાન થશે જેના માટે મને ખેદ છે. ન્યૂઝીલેન્ડમાં રેડ સેટિંગ પ્રતિબંધની જાહેરાત કરાશે.

જેસિંડાએ લગ્ન રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, હું બીજા હજારો લોકોથી અલગ નથી. આજ જીવન છે. ન્યૂઝીલેન્ડમાં કોવિડને કારણે 52 લોકો મોતના મોંમા ધકેલાયા છે અને હજારો સંક્રમિત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોન વેરિએન્ટના 9 કેસ સામે આવ્યા છે જે બાદ દેશની સરકાર એક્દમ એક્શનમાં આવી ગઇ અને એક બાદ એક તાબડતોબ નિર્ણય લેવામાં આવ્યા.