Site icon Revoi.in

વેક્સિનોલોજીસ્ટની ચેતવણી, આગામી મહામારી વધુ ઘાતક સાબિત થશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી કોવિડ-19ના નવા વેરિએન્ટને કારણે ફફડાટ ફેલાયો છે ત્યારે આગામી મહામારી કોવિડ કરતાં પણ વધુ ઘાતક હશે તેવી ચેતવણી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોમાંથી એક સારા ગિલ્બર્ડે આપી હતી. તેઓએ એવું પણ કહ્યું હતું કે, આપણે કોવિડ-19 મહામારીમાંથી શીખેલા બોધપાઠને ભૂલવો જોઇએ નહીં.

કોવિડથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, ભારત, યુએસ, બ્રાઝીલ, બ્રિટન, રશિયા અને તુર્કી સામેલ છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચ્યો છે.

સારા ગિલ્બર્ટે કહ્યું કે, હકીકત એ છે કે, આગામી મહામારી વધુ ઘાતક હોઈ શકે છે. તે મોટાભાગે સંક્રામક કે વધુ ઘાતક કે બંને હોઈ શકે છે. આ છેલ્લી વખત નથી કે જ્યારે કોઈ વાયરસ આપણા જીવન અને આપણી આજીવિકા માટે ખતરો હોય. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વેક્સીનોલોજીના પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું કે, દુનિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે આગામી વાયરસ માટે વધુ સારી રીતે તૈયાર હોય.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે, કોરોના મહામારીનો અંત કરવાના પ્રયાસ અસમાન અને ટુકડાઓમાં વહેંચાઈ રહ્યા છે. ઓછી આવકવાળા દેશોમાં કોવિડ વેક્સીનની મર્યાદિત પહોંચ છે, જ્યારે અમીર દેશોમાં સ્વસ્થ અને ધનવાન લોકોને બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યા છે.

Exit mobile version