Site icon Revoi.in

ઘટસ્ફોટ: અરુણાચલ પ્રદેશ પાસે ચીને વસાવેલું ગામ તો 1959થી ચીનના કબ્જાના વિસ્તારમાં છે

Social Share

નવી દિલ્હી: ચીનની દરેક ચાલ અને હરકતોને લઇને તાજેતરમાં જ એમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ચીનની દરેક હરકતો અને વિસ્તારવાદની નીતિની પોલ ખોલી નાખી છે. પેન્ટાગનના રિપોર્ટમાં અરુણાચલ પ્રદેશની પાસે ચીન દ્વારા ગામ વસાવવાના દાવા પર હકીકત સામે આવી છે. રક્ષા વિભાગના સૂત્રોનું માનીએ તો અરુણાચલ સેક્ટરમાં LACની પાસે ચીન દ્વારા નિર્મિત ગામનો ઉલ્લેખ છે તે પેહલાથી જ ચીનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં છે.

પેન્ટાગોનના સૂત્રોનું માનીએ તો જે ગામનું નિર્માણ ચીને જે વિસ્તારમાં કર્યું છે, તેના પર તો વર્ષ 1959માં ચીની સેનાએ બળજબરીપૂર્વક ઘૂસણખોરીને અંજામ આપીને તેના પર કબ્જો જમાવેલો હતો. વર્ષ 1959માં ચીની સેનાએ અરુણાચલ પ્રદેશના સીમાંત ક્ષેત્રમાં એક ઓપરેશન દરમિયના અસમ રાઇફલ્સની ચોકી પર હુમલો કર્યો હતો અને વિસ્તારને બાનમાં લીધો હતો.

નોંધનીય છે કે, સુબનસિરી જીલ્લામાં વિવાદિત સરહદની સાથે લાગતું ગામ ચીનના કબ્જાવાળા વિસ્તારમાં છે. તેણે લાંબા સમયથી તે ક્ષેત્રમાં સેનાની એક ચોકી બનાવી રાખી છે અને તેનું નિર્માણ અચાનક થયું નથી. ગામને ચીનના તે વિસ્તારમાં નિર્મિત કરાયું છે જેના પર ચીનનો કબ્જો છે.

Exit mobile version