Site icon Revoi.in

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટની યુરોપિયન ખંડમાં તાકાત વધશે:WHO

Social Share

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ હવે વધી રહ્યો છે અને સતત તેના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં તેનો પગપેસારો વધી રહ્યો છે. આ વચ્ચે WHOએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહ દરમિયાન યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની તાકાત વધશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપ ખાતેના અધિકારીએ ચેતવણી આપી છે કે, યુરોપિયન ખંડમાં કોવિડના કેસમાં નોંધપાત્ર વધારો થાય તેવી આશંકા હોવાથી સરકારે એલર્ટ રહેવું જોઇએ. ઓમિક્રોન પહેલાથી જ ઘણા દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. WHOના સ્થાનિક નિર્દેશક ડૉ. હંસ ક્લુઝે ભય વ્યક્ત કર્યો હતો કે, અમે બીજું તોફાન નજીક આવતા જોઇ શકીએ છીએ.

WHOના સ્થાનિક નિર્દેશકે ભય વ્યક્ત કર્યો છે કે, કેટલાક સપ્તાહમાં ઓમિક્રોન મહાદ્વીપના અન્ય દેશોમાં હાવી થઇ જશે, જેના કારણે પહેલાથી જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી આરોગ્ય પ્રણાલી વધુ પ્રભાવિત થશે. ઓમિક્રોન યુરોપિયન ખંડના ઓછામાં ઓછા 38 સભ્યો દેશોમાં દેખા દીધી છે. બ્રિટન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં તે પહેલા થી પ્રભુત્વ ધરાવે છે.

ગત સપ્તાહ દરમિયાન કોવિડના કારણે યુરોપિયન યુનિયનમાં 27 હજાર લોકોના મોત થયા હતા ને 26 લાખ વધારાના કેસ નોંધાયા હતા. જો કે, આ કેસમોમાં તમામ વેરિએન્ટના કેસો સામેલ છે. આ સંખ્યા ગત વર્ષના આ જ સમયગાળાની તુલનામાં 40 ટકા વધુ છે.

અત્રે જણાવવાનું કે આ પહેલા પણ WHO ચીફ ડો. ટેડ્રોસ એડહાનોમે કહ્યું હતું કે, “ઇવેન્ટને રદ્દ કરવી એ જીવને જોખમમાં નાખવા કરતાં વધુ સારું છે. હવે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. જેનો અર્થ છે કે કેટલાક કિસ્સાઓમાં ઉજવણીને રદ કરવી પડશે.