Site icon Revoi.in

અમેરિકા માટે માથાનો દુખાવો છે આ આતંકી, તેના માથે છે 36 કરોડનું ઇનામ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ તાલિબાન પોતાની સરકાર બનાવી રહી છે જેમાં હક્કાની નેટવર્કના ખલીલ હક્કાનીને સ્વ-ઘોષિત સુરક્ષા પ્રમુખ બનાવાયો છે. આ એ જ આતંકવાદી છે જેના પર 10 વર્ષ પહેલાં અમેરિકાએ 50 લાખ ડૉલર એટલે કે લગભગ 36 કરોડ 74 લાખ હજાર રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. અમેરિકાએ તેને આતંકી જાહેર કર્યો છે.

હક્કાની નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISISનો એક મુખ્ય સહયોગી છે તેવું તત્કાલીન અમેરિકી સૈન્ય અધિકારી માઇલ મુલેને જણાવ્યું હતું. હક્કાની નેટવર્ક એક સંગઠિત આપરાધિક પરિવારની જેમ કામ કરે છે.

ખલીલ હક્કાની આતંકી સંગઠનનો આકા છે, જેને નિવૃત્ત થતાં પહેલાં અફઘાનિસ્તાનમાં CIA આતંકવાદ વિરોધ અભિયાન ચલાવ્યું હતું. વર્ષ 2018માં તેને અમેરિકી સેના અફઘાન નાગરિકો વિરુદ્વ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોને મંજૂરી આપી હતી. જ્યારે એજન્સી સોવિયત સંઘના આક્રમણ વિરુદ્વ તાલિબાનના આતંકીઓને હથિયાર આપી રહી હતી અને ટ્રેનિંગ આપી રહી હતી, ત્યારે ખલીલ હક્કાની CIAનો ભાગીદાર હતો.

ખલીલ હક્કાનીને 2011 માં અમેરિકી સરકારે આતંકવાદી ગણ્યો હતો. વિદેશી વિભાગે ખલીલ હક્કાની વિશે એ પણ કહ્યું હતું કે તેને અલ કાયદા તરફથી કામ કર્યું છે અને તે અલ કાયદાના આતંકવાદી અભિયાનો સાથે સંકળાયેલો રહ્યો છે.