Site icon Revoi.in

શું ભારતની વેક્સિનને મળશે આંતરરાષ્ટ્રીય માન્યતા? આજે WHOની બેઠકમાં લેવાશે નિર્ણય

Social Share

નવી દિલ્હી: ભારતમાં નિર્મિત Covaxinને લઇને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે. આજે WHOની બેઠકમાં આ વેક્સિનની આંતરરાષ્ટ્રીય માન્યતાને લઇને નિર્ણય લેવામાં આવશે.

આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, 26 ઑક્ટોબરે યોજાનારી બેઠકમાં હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને લઇને વિશ્વ-સ્તરીય ઇમરજન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કરવા પર નિર્ણય લેવામાં આવશે.

વેક્સિન માન્યતાની પ્રોસેસને લઇને WHO એ કહ્યું છે કે, ભારત બાયોટેકે કોવેક્સિન સંબંધિત તમામ દસ્તાવેજો જમા કર્યા છે. જેની સમીક્ષા લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. મંગળવારે આયોજીત બેઠકમાં, સમિતિના નિષ્ણાતો તેમના અભિપ્રાય આપશે, ઉપરાંત વેક્સિનની અસર, સલામતી અને એન્ટિબોડીઝનું સ્તર વગેરેની તપાસ કરવામાં આવશે.

Covaxinને હજુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાઇ નથી, જેના કારણે કોવેક્સિન સપ્લિમેન્ટ્સ વિદેશ પ્રવાસ માટે લાયક નથી. મોટા ભાગના દેશોમાં, ફક્ત તે જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે WHO સૂચિમાં સામેલ કરવામાં આવી હોય.

નોંધનીય છે કે કોવિડની અસરનો ભલે ઓછી થઇ હોય પરંતુ WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબરિયસે લોકોને હજુ સાવધ અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.