Site icon Revoi.in

શું બાળકોને વેક્સિનના બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે? જાણો WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોવિડથી બાળકોને સુરક્ષિત રાખવા માટે બૂસ્ટર ડોઝની અનિવાર્યતા પર WHOના ડૉ. સૌમ્યા વિશ્વનાથે સ્પષ્ટતા કરી છે.

વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટથી હાહાકાર મચ્યો છે અને કોવિડ પર અંકુશ મેળવવા માટે કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા વિશ્વનાથે કહ્યું કે, આ વાતનું કોઇ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહેશે. જરૂરી નથી કે દરેક વેરિએન્ટને ધ્યાનમાં રાખતા રસીકરણ ફેરફાર કરવામાં આવે.

ડૉ. સૌમ્યા વિશ્વાનાથે કહ્યું કે, હાલમાં એ વાતના કોઇ પુરાવા નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને રસીના બૂસ્ટર ડોઝની જરૂર રહેશે. ભારતમા  આ મહિનાની શરૂઆતમાં 15-18 વર્ષના કિશોરોને રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. અમેરિકાએ પણ 12-15 વર્ષના બાળકો માટે ફાઇઝર તેમજ બાયો એનટેકની રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, અમેરિકા જેવા વિકસિત દેશોમાં બાળકોને રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ વાતથી સહમત નથી કે વસ્તીના નબળા સમૂહો સાથે જોડાયેલા લોકોને બૂસ્ટર ડોઝની જરુર નથી.