Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, નારી શક્તિના અનેક પાત્રોના કરાવ્યા દર્શન

Social Share

 

દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતું સર્ચ એન્જિન ગૂગલ ખાસ દિવસે ખાસ લોકોને સમ્માનિચ કરતુ રહેતું હોય છે,જેમ કે શિક્ષક દીવસ હોય તો શિક્ષકોને,ફૂડ દિવસ હોય તો ફૂડનું ડૂડલ બનાવે છે એજ રીતે આજના આ ખાસ દિવસ એટલે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસે ગૂગસે ખા,સ ડૂડલ બનાવ્યું છે.

આજના મહિલાઓ માટેના ખાસ દિવસે ગૂગલે મહિલાઓનું ડૂડલ બનાવીને સમ્માન કર્યું છે, ગૂગલ સર્ચ એન્જિનમાં અનેક મહિલાઓ જોવા મળી રહી છે આ રીતે ગૂગલે નારી શક્તિના દર્શન કરાવ્યા છે.

ગૂગલે મહિલાઓને સમર્પિત  ડૂડલમાં  એક સ્ત્રીના મા બનવાથી લઈને કામ કરતી મહિલા સુધીના તમામ  તેમના જીવનમાં પાત્રને આવરી લીધા છે આ સાથે જ આ ખાસ ડૂડલમાં ડૉક્ટર અને એન્જિનિયર સુધીના વિવિધ સ્વરૂપોમાં  સ્ત્રીઓના પાત્ર દર્શાવ્યા છે

આ ડૂડલ દ્વારા વિવિધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓને દર્શાવવામાં આવી છે. એનિમેટેડ ગૂગલે આ ડૂડલ થકી મહિલાઓના રોજિંદા જીવનની કથા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ગૂગલની ખાસિયત છે કે જ્યારે પણ કોઈ ખાસ દિવસ હોય ત્યારે તેમના માનમાં ગૂગલ આ પ્રકારે ડૂડલ બનાવીને સમ્માન કરે છે.

Exit mobile version